Business News/ ડોલર મજબૂત બન્યો છતાં રૂપિયો ટક્યો: સોનામાં ₹1000 અને ચાંદીમાં ₹3000નો ઘટાડો

Gold Silver Price: વિશ્વબજાર પાછળ અમદાવાદ અને મુંબઈ ઝવેરીબજારમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા છે. ફોરેક્સ રિઝર્વમાં વૃદ્ધિ વચ્ચે કરન્સી બજારમાં રૂપિયો મક્કમ રહ્યો છે.

Top Stories Trending Business
Gold Silver Price

Gold Silver Crash Price: વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી છે. અમેરિકાના રોજગાર સંબંધિત આંકડા અપેક્ષા કરતાં સારા આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની સંભાવના અંગે બજારમાં ચર્ચા વધી છે. તેની અસરથી ડોલર મજબૂત બન્યો છે અને વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા

વૈશ્વિક બજારના ઘટાડાની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પણ જોવા મળી છે. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામે ₹1,000નો ઘટાડો થયો છે. 995 શુદ્ધતાના સોનાનો ભાવ ₹1,57,700 અને 999 શુદ્ધતાના સોનાનો ભાવ ₹1,58,000 નોંધાયો છે. ચાંદીમાં (Gold Silver Price) પણ મોટો ઘટાડો થયો છે. અમદાવાદમાં ચાંદીના ભાવ કિલોગ્રામે ₹3,000 ઘટીને ₹2,35,000 રહ્યા છે.

વૈશ્વિક બજારમાં સોનામાં પીછેહઠ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ (Gold Silver Price) ઔંસદીઠ લગભગ $4,429થી $4,430 આસપાસ રહ્યો હતો. અગાઉના સ્તરથી સોનામાં ઘટાડો નોંધાતા ફંડ્સ દ્વારા વેચવાલી વધી હોવાના અહેવાલો છે.

મુંબઈ બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. GST વગર 995 શુદ્ધતાનું સોનું ₹1,52,300 અને 999 શુદ્ધતાનું સોનું ₹1,52,900 આસપાસ રહ્યું. મુંબઈમાં ચાંદીનો ભાવ પણ ₹3,000 ઘટીને ₹2,32,500 પ્રતિ કિલો રહ્યો હતો.

ડોલર સામે રૂપિયો મજબૂત રહ્યો

વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સ (Gold Silver Price)વધીને 99.39ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ત્યારબાદ 99.16 આસપાસ રહ્યો. જોકે ભારતમાં રૂપિયામાં તેની મોટી અસર જોવા મળી નહોતી.

મુંબઈ કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો લગભગ ₹94.49થી ₹94.50ના સ્તરે રહ્યો હતો. બજારના સૂત્રો મુજબ દેશમાં ફોરેક્સ રિઝર્વ $740 અબજથી વધુ થતાં રૂપિયાને સપોર્ટ મળ્યો છે.

ક્રૂડ ઓઇલમાં તેજી

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધ્યા છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ લગભગ $96.28 પ્રતિ બેરલ, જ્યારે અમેરિકન ક્રૂડનો ભાવ $91.48 આસપાસ રહ્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધવાની શક્યતાને કારણે ક્રૂડમાં તેજીની સટ્ટાકીય લેવાલી વધ્યાના અહેવાલો છે. હવે વૈશ્વિક બજારની નજર અમેરિકાની ફેડરલ રિઝર્વની (Gold Silver Price) આગામી બેઠક પર છે. વ્યાજદર અંગે લેવાતા નિર્ણયની સીધી અસર ડોલર, સોનું, ચાંદી અને અન્ય કોમોડિટી બજારો પર જોવા મળી શકે છે.


આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવોમાં અચાનક ઘટાડો; સોનું ₹1.55 લાખની નીચે સરક્યું, ચાંદી પણ તૂટી

આ પણ વાંચો:MCX પર સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી; સોનું 1.54 લાખને પાર, ચાંદી પણ રેકોર્ડ સપાટીની નજીક

આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો; ચાંદી 2,40,000 ની નીચે સરકી, રોકાણકારોમાં ચિંતા