Entertainment News : સિનેમાઘરો અને OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવનાર જાણીતી ફ્રેન્ચાઈઝી ‘મિર્ઝાપુર’ (Mirzapur) ના ફિલ્મ વર્ઝનમાં ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશને (Ravi Kishan) પોતાના દમદાર અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધી કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિત જેવા પ્રચંડ પાત્રો જે વાર્તાના મુખ્ય આકર્ષણ હતા, તેમની વચ્ચે રવિ કિશને પોતાના નવા રોલથી સ્ક્રીન પર એક અલગ જ દબદબો ઊભો કર્યો છે.
Mirzapur : ‘બબ્બન યાદવ’ ઉર્ફે બબુઆનો સ્ક્રીન પર રોકિંગ અંદાજ
ફિલ્મમાં તેમની એન્ટ્રીથી જ પાત્રનો મજબૂત પ્રભાવ દેખાઈ આવે છે. “મારું નામ બબ્બન યાદવ છે, પરંતુ લોકો પ્રેમથી મને બબુઆ કહે છે…” જેવા ડાયલોગ સાથે રવિ કિશને એવી એન્ટ્રી મારી છે કે સમગ્ર વાર્તામાં તેમનો પાવરફુલ લુક છવાઈ જાય છે. બબ્બન યાદવ (BabbanYadav)નું આ પાત્ર માત્ર એક સામાન્ય ગુનેગાર કે ગેંગસ્ટર પૂરતું સીમિત નથી, પરંતુ તેનામાં નિયમો, પ્રેમ અને સ્ત્રી પ્રત્યેનું સન્માન જેવા અનેક ભાવાત્મક પાસાઓ વણાયેલા છે. આ જ ગુણો તેમને અન્ય ગેંગસ્ટર્સથી તદ્દન અલગ તારવે છે.
દમદાર બોડી લેંગ્વેજ અને ફાઇટિંગ સીન્સથી જીતી લીધા દિલ
રવિ કિશનની સંવાદ શૈલી, ફાઇટિંગ એક્શન સીન્સ અને કોન્ફિડન્સ સ્ક્રીન પર સ્પષ્ટપણે ઉપસી આવે છે. જ્યારે પણ તેઓ પડદા પર દેખાય છે, ત્યારે આખો સીન પોતાના નામે કરી લે છે. દિગ્દર્શક ગુરમીત સિંહે વાર્તાના કેન્દ્રમાં જ આ પાત્રને એ રીતે વણી લીધું છે કે તે સંપૂર્ણ વાર્તાને એક નવો વળાંક આપે છે.
દિગ્ગજ કલાકારો વચ્ચે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું
પંકજ ત્રિપાઠીના કાલીન ભૈયા (KaleenBhaiya )જેવા આઇકોનિક કેરેક્ટરની હાજરી હોવા છતાં, રવિ કિશને પોતાની આગવી એક્ટિંગ સ્કિલથી દર્શકોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. ટ્રેલર રિલીઝ સમયે જ જે ચર્ચા શરૂ થઈ હતી, તે ફિલ્મ રિલીઝ થયા બાદ વધુ મજબૂત બની છે. રવિ કિશને સાબિત કરી દીધું છે કે જ્યારે એક્ટિંગની વાત આવે ત્યારે તેઓ કોઈપણ મોટા સ્ટાર સામે પોતાની છાપ છોડવામાં સંપૂર્ણ સફળ રહે છે.
આ પણ વાંચો : ‘મિર્ઝાપુર ધ મુવી’માં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુનો સણસણતો દબદબો
આ પણ વાંચો :મિર્ઝાપુર ધ મૂવી પછી પણ વાર્તા અધૂરી! પોસ્ટ-ક્રેડિટ સીનમાં મોટો સસ્પેન્સ
આ પણ વાંચો :નેટફ્લિક્સ પર રિલીઝ થતાં જ આ ક્રાઇમ થ્રિલરે મચાવી ધમાલ, નંબર-1 પર કરી રહી છે ટ્રેન્ડ
