World News/ ભારતની વાત હવે યુરોપને સમજાઈ: બેલ્જિયમના PMએ કહ્યું- મોદીએ વર્ષો પહેલાં આપી હતી ચેતવણી

Belgiumના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે સ્વીકાર્યું છે કે વડાપ્રધાન મોદીએ યુરોપને વિદેશી નિર્ભરતા વિશે પહેલેથી જ ચેતવ્યું હતું. ચીન અને વેપાર સંબંધો પર આપ્યું મોટું નિવેદન.

international Top Stories World
Belgium

Belgium PM Bart De Wever India EU Relations:  બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે સ્વીકાર્યું છે કે આર્થિક અને વ્યૂહાત્મક રીતે અન્ય દેશો પર વધારે આધાર રાખવાથી યુરોપને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. નવી દિલ્હીમાં CIIના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપને આ જોખમ અંગે ઘણા સમય પહેલાં ચેતવ્યું હતું, પરંતુ ત્યારે તેમની વાતને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નહોતું.

સસ્તી આયાતને કારણે સ્થાનિક ઉદ્યોગોને નુકસાન

બાર્ટ ડી વેવરે ચીનનું સીધું નામ લીધા વગર યુરોપની વેપાર નીતિ પર સવાલ ઉઠાવ્યા. તેમના જણાવ્યા મુજબ, યુરોપે લાંબા સમય સુધી સસ્તા વિદેશી ઉત્પાદનોને પોતાના બજારમાં સરળતાથી પ્રવેશ આપ્યો. તેના કારણે યુરોપની સ્થાનિક કંપનીઓ માટે સ્પર્ધા મુશ્કેલ બની અને અનેક ઉદ્યોગો નબળા પડ્યા. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે હવે યુરોપ કોઈપણ દેશ માટે સસ્તા ઉત્પાદનોનું ‘ડમ્પિંગ ઝોન’ બનવા તૈયાર નથી.

Belgium

ટેરિફના દબાણ વગર વિશ્વાસપાત્ર ભાગીદારોની જરૂર

બેલ્જિયમના(Belgium) વડાપ્રધાને એમ પણ કહ્યું કે યુરોપને એવા દેશો સાથે ભાગીદારી કરવી છે, જ્યાં પરસ્પર સન્માન અને સહયોગ હોય. અચાનક ટેરિફ વધારીને દબાણ બનાવનારા દેશો કરતાં યુરોપ વિશ્વાસપાત્ર ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવા માંગે છે. આ સંદર્ભમાં તેમણે ભારતને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. તેમણે કહ્યું કે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ સાથે સંબંધોની ચર્ચા થાય અને તેમાં ભારતનો સમાવેશ ન થાય તો તે મોટી ભૂલ ગણાશે.

ચીન સાથે યુરોપની મોટી વેપાર ખાધ

યુરોપ અને ચીન વચ્ચેના વેપારમાં પણ મોટો અસંતુલન જોવા મળે છે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે ચીન યુરોપમાં આશરે 560 અબજ યુરોના માલની નિકાસ કરે છે, જ્યારે યુરોપની ચીનમાં નિકાસ લગભગ 200 અબજ યુરો છે. એટલે યુરોપને આશરે 360 અબજ યુરોની વેપાર ખાધનો સામનો કરવો પડે છે. ચીનની સસ્તી આયાતને લઈને યુરોપ કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે. ડમ્પિંગ ચાલુ રહે તો EU દ્વારા વધુ કડક ટેરિફ (Belgium)લગાવવાની શક્યતા છે.

ભારતીય નિકાસકારો માટે ખુલી શકે છે મોટી તક

ચીન પરની નિર્ભરતા ઘટાડવાની યુરોપની નીતિથી ભારત માટે નવા અવસર ઊભા થઈ શકે છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે FTA તરફ પણ આગળ વધવામાં આવ્યું છે. હાલમાં ભારત અને યુરોપ વચ્ચે લગભગ 136 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે. તેમાં ભારતની નિકાસ આશરે 75 અબજ ડોલર છે. યુરોપ જો ચીનના વિકલ્પ તરીકે ભારત પાસેથી આયાત વધારશે તો ટેક્સટાઇલ, મશીનરી, કેમિકલ્સ સહિતના ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ માટે યુરોપિયન બજારમાં નિકાસની મોટી તકો ઊભી થઈ શકે છે.


આ પણ વાંચો: સાઉદીના MBSને મોટો ઝટકો? UAEએ કિંગ સલમાન સાથે સીધો સંપર્ક કર્યો

આ પણ વાંચો:બોલિવિયામાં લશ્કરી મથકમાં ભયાનક વિસ્ફોટ: 10નાં મોત, 60થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ: પિકેક્સ માઉન્ટેન પર હુમલાની ટ્રમ્પની ધમકી