Navsari News/ ચીખલીમાં દીપડાએ બાઈક સવાર દંપતી પર કર્યો હુમલો, મહિલા ગંભીર ઈજાગ્રસ્ત

નવસારીના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામમાં દંપતિ પર દિપડા(leopard)નો હુમલો

Top Stories Gujarat Others Breaking News
Leopard

Navsari News : દીપડા(leopard) નો હુમલો થતાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામમાં બાઈક પર ઘરે જઈ રહેલા દંપતીને નિશાન બનાવવામાં આવ્યું હતું. મોડી સાંજે ખૂડવેલ અને ફડવેલ ગામની સીમમાં દાદરા નજીક બનેલી આ ઘટનામાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખૂડવેલમાં બાઈક પર દંપતિ જઈ રહ્યાં તે દરમિયાન દીપડાએ અચાનક રસ્તા પર આવીને બાઈક સવાર દંપતી પર હુમલો કર્યો હતો.

Leopardનો હુમલો, મહિલાને ગંભીર ઈજા

દીપડાના અચાનક હુમલામાં શીલાબેનના પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. દંપતીએ બૂમાબૂમ કરતાં દીપડો નજીકનાં ઝાડી-ઝાંખરાંમાં ભાગી ગયો હતો. આ ઘટનાની બાદ આસપાસના લોકો ઈજાગ્રસ્ત દંપતિની મદદ માટે આવ્યા હતા. ઈજાગ્રસ્ત શીલાબેનને વધુ સારવાર માટે ચીખલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ(Chikhli Sub-District Hospital)માં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ખૂડવેલ ગામમાં દીપડાની અવરજવરથી ચિંતા

નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની સક્રિયતાને પગલે લોકોમાં ભયનો માહોલ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. રહેણાક અને ગ્રામ્ય વિસ્તારો(Rural areas of Navsari)માં દીપડાની અવરજવરને કારણે ગ્રામજનો પોતાના જાનમાલની સુરક્ષા (Safety of life and property)અંગે ચિંતિત છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સાંજ પડતાં લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

વન વિભાગ પાસે પાંજરું મૂકવાની માગ

દીપડાના હુમલા બાદ સ્થાનિક લોકોએ વન વિભાગ (Forest Department)સામે નારાજગી વ્યક્ત કરી છે. લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પાંજરું મૂકીને દીપડાને પકડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.


આ પણ વાંચો:જૂનાગઢમાં સિંહ-દીપડા બાદ હવે મગરનો ભય! નદીમાં પગ ધોતા આધેડ પર હુમલો

આ પણ વાંચો:‘માણસ કરતાં સિંહને વધુ મહત્વ?’ સિંહ-દીપડાના હુમલા મુદ્દે પૂર્વ મંત્રીની સરકારને ટકોર, રૂ.1 કરોડ વળતરની માંગ

આ પણ વાંચો:સણોસરીમાં દીપડાનો આતંક; 3 વર્ષના માસૂમને ફાડી ખાધો, વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડ્યો