અસ્થિર મહિલાનું કૃત્ય/ કડીમાં અડધી રાત્રે મસાલ લઇને નીકળતી હતી આ મહિલા…અને કરતી હતી આ કામ

કડીમાં બનેલી ઘટના સમાજમાં કંઇ કંઇ હદના માનસીક વિકૃત માણસો છે તેની પ્રતિતી કરાવે છે.વાત જાણ એમ છે કે કડીમાં છેલ્લા છ મહિનાથી રોડ પર લાગેલા બેનરોમાં છપાયેલા માણસો ફોટાના મોંઢાને કોઇ અજાણી વ્યકિત રીતસર આગ લગાવીને બાળી નાંખે છે.

Top Stories Gujarat Others
  • કડીમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી
  • હોર્ડિગ્સમા ફોટોના મોંઢાને બાળી નાંખતી હતી અસ્થિર મહિલા
  • પોલીસે કારણ જાણવા સાઇક્યાટ્રિકને પાસે મોકલી
  • સીસીટીવી સામે આવતા પોલીસે મહિલાને પકડી
  • મહિલાને સાઇક્યાટ્રિકની પાસે મોકલવામાં આવી

મહેસાણાના કડીમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે.આવી ઘટના તમે આજદીન સુધી જોવાની વાત તો દૂર પણ વાંચી પણ નહીં હોય.હા તમે એકદમ સાચું જ વાંચી રહ્યા છો.કડીમાં બનેલી ઘટના સમાજમાં કંઇ કંઇ હદના માનસીક વિકૃત માણસો છે તેની પ્રતિતી કરાવે છે.વાત જાણ એમ છે કે કડીમાં છેલ્લા છ મહિનાથી રોડ પર લાગેલા બેનરોમાં છપાયેલા માણસો ફોટાના મોંઢાને કોઇ અજાણી વ્યકિત રીતસર આગ લગાવીને બાળી નાંખે છે.રોડ પરના મોટા મોટા હોર્ડિગોમાં જાહેરાત કરતા લોકોના મોઢા બાળી નાંખવાની ઘટના દરરોજ બની રહી છે.જો કે આ અંગે તપાસ કરતા એક અજાણી મહિલા હોર્ડિગના ફોટા બાળી નાંખતી હોવાના સીસીટીવી મળ્યા છે. સીસીટીવી સામે આવતા તંત્ર પણ દંગ રહી ગયું છે.

હોર્ડિગ્સમાં દેખાતા વ્યકિતના મોઢાને બાળી નંખાતો

કડી શહેરમાં છેલ્લા છ મહિનાથી રોડ પર લાગેલા હોર્ડિગ્સમાં લાગેલા વ્યકિતના ફોટાના બાળી નાંખવાની ઘટના બનતી હતી.છેલ્લા છ મહિનાથી આવી ઘટનાઓ સામે આવતા તંત્ર અને પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.દરરોજ સવાર પડે અને શહેરના બેથી ત્રણ હોર્ડિગ્સમાં લાગેલા વ્યકિતના મોઢાને બાળી નાંખવાની ઘટના સામે આવતી હતી.પોલીસ પણ આ ઘટના જોઇ ચકરાવે ચઢી હતી.

એક મહિલા રાત્રીના સમયે હાથમાં મોટી મસાલ લઇને નીકળતી

દરમ્યાનમાં પોલીસ અને પાલિકાએ આ ઘટનાને અંજામ આપનાર વ્યકિત કોણ છે તે જાણવા માટે સીસીટીવી ફંફોળ્યા હતા..સમગ્ર શહેરના અનેક સીસીટીવી ચેક કરતા એક મહિલા રાત્રીના સમયે હાથમાં મોટી મસાલ લઇને નીકળતી હોવાનું જાણવા મળ્યું હતું.સીસીટીવીના આધારે કડી પોલીસે આ મહિલાને પકડી પાડી હતી અને પુછપરછમાં આ મહિલા માનસીક અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

કડી પોલીસ મથકના પીઆઇ એન.આર.પટેલે જાણો શું કહ્યું

આ અંગે કડી પોલીસ મથકના પીઆઇ એન.આર.પટેલે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોર્ડિગ્સના ફોટોને બાળી નાંખનાર મહિલા માનસીક અસ્થિર છે.હાલમાં તેને સારવાર માટે સાઇક્યાટ્રીક પાસે મોકલી આપવામાં આવી છે…તો આવી રીતે કોઇ પણ હોર્ડિગસમાં વ્યકિતના મોઢાને બાળી નાંખતી હતી.પરંતુ હોર્ડિગસમાં દેખાતા વ્યકિતના મોઢાને જ કેમ બાળી નાંખતી હતી તેનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ