threat/ લો હવે આ શું? Google પ્લે સ્ટોર પરથી હટાવાયું Paytm, જાણો શું છે કારણ

ગૂગલે ભારતની ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમને એક મોટો ઝચકો આપ્યો છે. ગૂગલ પ્લે સ્ટોરમાંથી કંપનીની એપ્લિકેશન હટાવી દેવામાં આવી છે. કંપની પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. પેટીએમનાં એક ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં આ એપ થોડા સમય માટે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થશે નહીં. પેટીએમની પેટીએમ ફર્સ્ટ ગેમ્સ એપ્લિકેશનને પણ પ્લે સ્ટોરથી […]

Tech & Auto

ગૂગલે ભારતની ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમને એક મોટો ઝચકો આપ્યો છે. ગૂગલ પ્લે સ્ટોરમાંથી કંપનીની એપ્લિકેશન હટાવી દેવામાં આવી છે. કંપની પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. પેટીએમનાં એક ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં આ એપ થોડા સમય માટે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થશે નહીં. પેટીએમની પેટીએમ ફર્સ્ટ ગેમ્સ એપ્લિકેશનને પણ પ્લે સ્ટોરથી હટાવી દેવામાં આવી છે.

પેટીએમએ શુક્રવારે એક ટ્વિટમાં લખ્યું, ‘ડિયર પેટીએમર્સ, પેટીએમ એન્ડ્રોઇડ એપ્લિકેશન નવા ડાઉનલોડ્સ અને અપડેટ્સ માટે ઉપલબ્ધ નથી. અમે ટૂંક સમયમાં પાછા આવીશું. તમારા બધા પૈસા સુરક્ષિત છે અને તમે સામાન્ય રીતે પેટીએમનો ઉપયોગ કરી શકશો.

જણાવી દઇએ કે, પેટીએમે તાજેતરમાં જ ફેંટેસી ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી, જે પછી આ બંને એપ્લિકેશનને દૂર કરવામાં આવી છે. Paytm એપ્લિકેશનને Android નાં Play Store પરથી દૂર કરવામાં આવી છે, પરંતુ તે iOS યૂઝર્સ માટે એપલનાં એપ સ્ટોર પર ઉપલબ્ધ રહેશે. વળી જેમના ફોનમાં પેઇટીએમ પહેલેથી જ છે, તેઓ તેમની એપ્લિકેશન અને મોબાઇલ વોલેટનો ઉપયોગ પહેલાની જેમ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.