Technology/ DetelProએ લોન્ચ કર્યું સૌથી સસ્તું ઓક્સિમીટર, શું છે કિંમત જાણો

કોવિડ-19 સંકટના આ સમયમાં આંગળીઓ પર લાગતું પલ્સ ઓક્સિમીટર ખૂબ જ જરૂરી થઇ ગયું છે અને આ જરૂરિયાતને જોતા  ઇન્ડિયાએ હેલ્થ અને હાઇજિન વર્ટિકલ DetelProએ 799 રૂપિયાની કિંમત પર ઓક્સિમીટર લોન્ચ કર્યું છે. જો કે GST અલગથી આપવો પડશે. જણાવી દઈએ કે કોવિડ-19 મહામારીની બીજી લહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓક્સિજન સંબંધિત સાધનો પર 3 મહિના […]

Tech & Auto

કોવિડ-19 સંકટના આ સમયમાં આંગળીઓ પર લાગતું પલ્સ ઓક્સિમીટર ખૂબ જ જરૂરી થઇ ગયું છે અને આ જરૂરિયાતને જોતા  ઇન્ડિયાએ હેલ્થ અને હાઇજિન વર્ટિકલ DetelProએ 799 રૂપિયાની કિંમત પર ઓક્સિમીટર લોન્ચ કર્યું છે. જો કે GST અલગથી આપવો પડશે. જણાવી દઈએ કે કોવિડ-19 મહામારીની બીજી લહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓક્સિજન સંબંધિત સાધનો પર 3 મહિના માટે બેઝિક કસ્ટમ ડ્યુટી અને હેલ્થ સેસની છૂટની જાહેરાત કરી છે.

આખો દેશ કોવિડ-19 સંક્રમણની બીજી લહેરની ઝપેટમાં છે તેથી એક્ટિવ કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. મોટા ભાગના લોકો ઘરમાં જ આઇસોલેટ છે અને ઘરમાં નિયમિતરૂપે ઓક્સીજનને મોનિટર કરવું ખૂબ જ જરૂરી થઇ ગયું છે.

લોકો ભરોસાપાત્ર અને સસ્તા મેડિકલ ઉપકારનો શોધી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને કંપનીએ સૌથી સસ્તું ઓક્સિમીટર લોન્ચ કર્યું છે. ડિટલના આ ઓક્સિમીટરનું વેચાણ www.india.com.detel- અને www.b2badda.comથી થઇ રહ્યું છે.

આ ઓક્સિમીટરના લોન્ચિંગ પર DetelProના સંસ્થાપક ડો. યોગેશ ભાટિયાએ કહ્યું, “અમે મોંઘા મેડિકલ બિલોને ઓછા કરવા માંગીએ છીએ અને અમારા ગ્રાહકોને સૌથી સારા મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવવા ઇચ્છીએ છીએ. અમારા DetelPro ઓક્સિમીટરથી ઘણા લોકોને મદદ મળશે કારણ કે ફક્ત ઘરોમાં જ નહિ પરંતુ હોસ્પિટલોમાં પણ ઓક્સિજનનું મોનીટરીંગ કરતા મહત્વના સાધનોની ખૂબ જરૂર છે. અમે સરકાર સાથે હાથ મિલાવીને અમારા વ્યાજબી ઓક્સિમીટર ઉપલબ્ધ કરાવીને રાષ્ટ્ર સેવા માટે તૈયાર છીએ.”