ગૂગલ પોતાના જીમેઈલ યુઝર્સ માટે ઘણા નવા ફિચર્સ રોલઆઉટ કરી રહ્યું છે. કંપની વેબઈમેઈલ માટે To,CC, BCC માટે વિઝ્યુઅલ અપડેટ અને સુધારા લાવી રહ્યું છે. કંપનીએ કહ્યું છે કે, નવા બદલાવથી યુઝર્સ માટે ઈમેઈલ લખવો પહેલા કરતા ખૂબ જ સરળ થઇ જશે.
ટુ,સીસી અને બીસીસી ફિલ્ડના ઉપયોગ કરતા સમયે યુઝર્સને એક નવું રાઈટ ક્લિક મેનુ મળશે. જેના પર ક્લિક કરતાની સાથે જ યુઝર્સને રીસીવ કરનારાંનું નામ અને ઈમેઈલ નજરે આવશે. ત્યાં જ કોન્ટેક્ટને એડિટ અને ઈમેઈલ એડ્રેસને કોપી કરવામાં આવી શકે છે. એટલું જ નહિ યુઝર્સ ઇન્ફોર્મેશન ખોલીને કાર્ડ પણ જોઈ શકશે. ગૂગલે આ જાહેરાત પોતાના એક બ્લોગમાં કરી છે.
હવે તમે પોતાની સંસ્થાની બહારના યુઝર્સ અને કોન્ટેકટને જોડતા સમયે અવતાર ચિપ્સ અને ઈન્ડીકેટર્સ જોઈ શકાશે. કંપનીએ પહેલા કરતા વધારે વિઝ્યુઅલ ઇન્ડીકેટર જોડી દીધા છે જેથી ઈમેઈલ કમ્પોઝ કરતા સામે તે જરૂરી સુચન કરી શકે. ઈમેઈલ રીસીવ કરનારાં દરેક માટે એક અવતાર ચીપ હશે, જે તમને જાણવામાં મદદ કરશે કે તમે ઈમેઈલમાં કોને કોને જોડ્યા છે? જો તમારી સંસ્થાની બહારની કોઈ વ્યક્તિને જોડ્યો હશે તો સરળતાથી તે ઓળખી શકાશે. બહારના કોન્ટેક સાથે કરેલા ઈમેઈલ પીળા રંગમાં દેખાશે.
ગૂગલ હવે એ પણ જણાવશે કે તમે જે ઈમેલ એડ્રેસ લખો છો તે સાચું છે કે ખોટું. જો તે ખોટું છે તો તે તમારા પ્રાપ્તકર્તા ચિપ્સમાં દાખલ થશે નહીં. જો તમે ઇમેઇલ સરનામું લખવામાં ભૂલ કરી હોય, તો તમે ઇમેઇલ મોકલતા પહેલા જ એક એરર મેસેજ દેખાશે.
ગૂગલે જીમેઈલનું આ ફીચર તેના વેબ યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. તે તમામ Google Workspace, G Suite Basic અને Business ગ્રાહકોને આપવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે વ્યક્તિગત Google એકાઉન્ટ ધરાવતા લોકો આ નવી સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં.
