યાદવ પરિવારો : બિહારમાં તો ચૂંટણી યોજાવાને ઘણી વાર છે પરંતુ જ્યાં ૨૦૨૨ના એપ્રિલ માસમાં ચૂંટણી યોજાઈ રહી છે તે ઉત્તરપ્રદેશમાં રાજકીય પક્ષોએ પોતાનો ખેલ પોતાની રીતે પાડવાનો ધંધો શરૂ કરી દીધો છે. કૃષિકાયદા સામે ખેડૂત આંદોલન અને તેમાંય ખાસ કરીને લખીમપુર ખેરીમાં ખેડૂતોને કચડી નાખવાના બનાવ બાદ ખેડૂત સંગઠનોએ ફરી એકવાર ખેડૂત આંદોલનને રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ આપી દીધું છે. તો બીજી બાજુ કોંગ્રેસે આ બનાવ અંગે આક્રમક સ્વરૂપ બતાવી દીધું છે. યુપીમાં ભાજપ અત્યારે બેકફૂટમાં છે. બાગપત સહિતના કેટલાક વિસ્તારોમાં ભાજપના આગેવાનો પગ મૂકી શકતા નથી. જ્યાં જાય ત્યાં ચોમેર વિરોધ થાય છે. તેમાં લખીમપુર ખેરીના બનાવે આ સ્થિતિને વકરાવવામાં ઈંધણનું કામ કર્યું છે. નિષ્ણાતો કહે છે તે પ્રમાણે પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાએ ભાજપવિરોધી પક્ષોને વધુ એક મુદ્દો આપ્યો છે. પરંતુ અત્યારે વિપક્ષો અને તેમાંય ખાસ કરીને કોંગ્રેસ અને સપા ખેડૂત આંદોલનનો મુદ્દો ચગાવવામાં વ્યસ્ત છે. જાે કે અજય મિશ્રાના રાજીનામાની માગમાં સપાએ સૂર પૂરાવ્યો નથી. જ્યારે બસપાના નેતા માયાવતી દલિત બ્રહ્મસમાજ અને મુસ્લિમ મતોને પોતાના પક્ષે લાવી ૨૦૦૭ના પરિણામોનું પુનરાવર્તન કરવા પ્રયાસો કરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ તેમાં સમાજવાદી પક્ષ તરફી ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટાયા હતા. જાે કે પક્ષાંતર વિરોધી ધારો યુપીના સ્થાનિક એકમોમાં લાગુ ન પડતો હોવાથી યોગીએ સપાની જીતની બાજુ ભાજપની જીતની બાજીમાં ફેરવી નાખી હતી. જાે કે મતોની ટકાવારાની રીતે ૭૩ પૈકી ૪૮ જિલ્લા પંચાયત વિસ્તારોમાં સપા ભાજપ કરતાં આગળ છે. પંચાયત ચૂંટણીમાં સપા અને પ્રગતિશીલ સપા (લોહીયા) એટલે કે અકિલેશ યાદવ અને શીવપાલ યાદવ એટલે કે ભત્રીજા અને કાકાનો પક્ષ મોટાભાગની બેઠકો સાથે મળી લડ્યા હતા. જાે કે વિધાનસભાની ચૂંટણીને લાગે વળગે છે ત્યાં સુધી અખિલેશ અને શીવપાલે પોતપોતાની રીતે અલગ યાત્રાઓ કાઢી ઉત્તરપ્રદેશનું ભ્રમણ શરૂ કર્યુ છે. આ બન્ને કાકા-ભત્રીજાના પક્ષ ભાજપ કોંગ્રેસ અને બસપા પર પ્રહારો કરે છે. પરંતુ એકબીજા પર પ્રહારો કરતાં નથી. હવે સપાના સુપ્રિમો અને અત્યારે માગદર્શક તરીકેની ભૂમિકા ભજવી રહેલા અને કેન્દ્રમાં સંરક્ષણ મંત્રી અને રાજ્યમાં ચાર વખત મુખ્યમંત્રી બની ચૂકેલા મુલાયમસિંહ યાદવે સમાજવાદી પક્ષમાં જે દોઢ બે વર્ષ પહેલા કાકા-ભત્રીજા વચ્ચે પડેલી તીરાડ સાંધવા અને સમાજવાદી પક્ષ અને યાદવ પરિવાર એક તાંતણે બંધાયેલો રહે તે માટે એડીચોટીનું જાેર લગાવ્યું છે.

ઉત્તરપ્રદેશના આ કદાવર નેતા મુલાયમસિંહ યાદવ ૨૨મી નવેમ્બરે પોતાનો ૮૩મો જન્મદિન ઉજવવાના છે અને આ માટે યુપીના સૈફઈ ખાતે યાદવ પરિવાર અને સપાના મુલાયમ સમર્થકો અથવા તો સમગ્ર પક્ષ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મુલાયમસિંહે આ શિવપાલ યાદવ અને અખિલેશ યાદવ એટલે કે કાકા-ભત્રીજા બન્નેને આડકતરો સંદેશો કે અલ્ટીમેટમ આપી દીધું છે કે પોતે ૨૨મી નવેમ્બરે સપા અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહીયા)ના જાેડાણ કે વિલીનીકરણની જાહેરાત કરવા માગે છે.

મુલાયમ યાદવનું આ પોતાના પક્ષ અને પરિવારને એક તાંતણે બંધવાનું ઈમોશનલ કાર્ડ છે. શીવપાલ યાદવ અને અખિલેશ એ બન્ને મુલાયમસિંહને નેતાજી તરીકે જ સંબોધે છે. મુલાયમે આ બન્નેને આડકતરી રીતે કહેવડાવી દીધું છે કે પોતાને ૨૨મી નવેમ્બરે ભાજપ સામે સંયુક્ત રીતે લડવાની બર્થ ડે ગીફ્ટ આપે. શીવપાલ યાદવના પુત્ર આદિત્ય યાદવે આ વાતનો એકરાર પણ કર્યો છે અને શીવપાલ અને અખિલેશ એક થાય તે માટે ખૂલ્લેઆમ પ્રયાસો કરી રહ્યા છે. આ અંગે રાજકીય વર્તૂળો પણ એક વાત નોંધે છે કે અત્યારે અખિલેશ અને શીવપાલ પોતાના પક્ષના બેનર હેટળ અલગ અલગ યાત્રાઓ કાઢી ફરી રહ્યા છે અને બન્નેએ અર્ધા કરતાં વધુ ઉત્તરપ્રદેશને ખૂંદી લીધુ છે. પરંતુ આ યાત્રામાં ઉપર જણાવી ગયા તે મુજબ એકબીજા કે એકબીજાના પક્ષો ઉપર પ્રહાર કરતા નથી તે બાબત પણ આ વાતનો જીવંત પૂરાવો છે કે મુલાયમસિંહે ચાચા ભતીજાની એકતા માટે જે અલ્ટીમેટમ આપ્યું છે તેની આંશિક અસર તો થઈ જ છે. જાે કે આ કાકાભતીજાના વીલમાં એકબીજા માટે સાચી લાગણી ઉભી થઈ છે કે નહિ તેની ખબર ૨૨મી નવેમ્બરે પડી જશે.

બિહારમાં બે બેઠકોની ૩૧મીએ પેટાચૂંટણી છે તેમાં ેતજપ્રતાપ યાદવ ઉમેદવારોને ટેકો આપવાની બાબતમાં એકબીજા સામે આવી ગયા છે. તેજપ્રતાપ મહાગઠબંધનના સાથીદાર છતા આ વખતે પેટાચૂંટણીમાં અલગ પડી પેટા ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોને ટેકો આપી રહ્યા છે. રાજદના સુપ્રિમો લાલુ યાદવ હાલ તો જેલની બહાર છે પરંતુ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે પ્રચારમાં ઉતર્યા નથી. પરંતુ પોતાના બે પુત્રોની લડાઈથી લાલુ યાદવ નારાજ છે. તેઓ કહે છે કે રાજદ માટે એક બની લડો, નહિ તો બિહારમાં રાજદ માટે આટલા વર્ષો સુધી જે લોહી રેડ્યું છે તેના પર પાણી ફરી વળશે. અત્યારે બિહારમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી લાલુ યાદવનો પક્ષ રાજદ જ છે. પછી ભાજપ અને ત્યારબાદ નીતીશકુમારનો નંબર આવે છે. નીતિશકુમાર અને ભાજપ વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. અનેક બાબતો અંગે બન્ને વચ્ચે વ્યાપક મતભેદો છે. આ સંજાેગો વચ્ચે રાજદ માટે તક છે. હવે બન્ને પૂત્રો જાે એકબીજા સામે ઝઘડતા રહે – બાંયો ચઢાવતા રહે તો તેનો ફાયદો ભાજપને થઈ શકે છે. આ સંજાેગોમાં લાલુ યાદવે પોતાના નાના પુત્ર તેજ પ્રતાપને બોલાવીને બરાબર ખખડાવ્યો હતો અને સાથોસાથ એવી ચેતવણી પણ આપી હતી કે જાે તેજપ્રતાપ રાજદ અને તેજસ્વી વિરોધી વલણ નહિ છોડે તો તેજ પ્રતાપને યાદવ પરિવારની બહાર ધકેલી દેશે. જાે કે બીમાર લાલુપ્રસાદની આ ધમકીથી તેજ પ્રતાપ પર કેવી અસર થઈ છે તે બહાર આવ્યુ નથી. તેમણે તેજસ્વીને પણ પોતાના ભાઈ તેજ પ્રતાપને સાથે રાખી દરેક રાજકીય નિર્ણયો લેવા સલાહ આપી છે.

આ સંજાેગો વચ્ચે હવે એવું કહી શકાય કે યુપી અને બિહાર બન્ને યાદવ પરિવારોમાં જે આંતરિક વિખવાદ છે તે દૂર કરવા બન્ને પરિવારના વડિલોએ ડેમેજ કન્ટ્રોલની કવાયત વડીલપણાના અને લાગણીના હથિયાર વડે શરૂ કરી છે. જાેઈએ હવે આગામી દિવસોમાં તેનું કેવું પરિણામ આવે છે.
અમેરિકી રાષ્ટ્રપતિનો જીત્યો વિશ્વાસ / ભારતીય મૂળની નીરા ટંડને જીત્યો અમેરિકી રાષ્ટ્રપતિનો વિશ્વાસ,વ્હાઈટ હાઉસમાં મળી મોટી જવાબદારી
T20 WorldCup / આ ખેલાડીઓ પહેલીવાર અનુભવ કરશે ભારત-પાકિસ્તાન મેચનું દબાણ
