Wedding/ અંકિતા લોખંડેના હાથમાં લાગી વિકી જૈનના નામની મહેંદી, જુઓ ફોટો

અંકિતા લોખંડેના પ્રીવેડિંગ ફંક્શનની તસવીરો સામે આવવા લાગી છે. અંકિતા લોખંડેએ વરરાજા વિકી જૈનના નામની પોતાના હાથમાં મહેંદી લગાવી છે.

Trending Entertainment
અંકિતા લોખંડેના

મનોરંજનની દુનિયામાં આ દિવસોમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. કેટરિના કૈફ-વિકી કૌશલના લગ્ન બાદ હવે અંકિતા લોખંડેના પ્રીવેડિંગ ફંક્શનની તસવીરો સામે આવવા લાગી છે. અંકિતા લોખંડેએ વરરાજા વિકી જૈનના નામની પોતાના હાથમાં મહેંદી લગાવી છે. મહેંદી ફંક્શનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે અંકિતા અને વિકી 14 ડિસેમ્બરે સાત ફેરા લેવાના છે.

આ પણ વાંચો :દિલીપ કુમારના 99માં જન્મદિવસ પર સાયરા બાનુ થયા ભાવુક, જુઓ કેવી રીતે ધર્મેન્દ્રએ સાંભળ્યા  

અંકિતા લોખંડેની મહેંદી સેરેમની ગઈ કાલે રાત્રે થઈ હતી. પ્રખ્યાત મહેંદી કલાકાર વીણા નાગડાએ અંકિતાના હાથમાં મહેંદી લગાવી છે. આપને જણાવી દઈએ કે બીનાએ કેટરિના સહિત ઘણા ફેમસ સેલેબ્સના હાથ પર મહેંદી લગાવી છે.

https://www.instagram.com/p/CXWiFkxIIk3/?utm_source=ig_web_copy_link

મહેંદી ફંક્શનમાં અંકિતા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે પિંક કલરના પોશાક પહેર્યા હતા. આ લુક સાથે, અભિનેત્રીએ સુંદર ચોકર અને લાઇટ મેકઅપ, મેટ લિપસ્ટિક સાથે ઇયરિંગ્સ પહેરી હતી. આ સાથે તેણે સુંદર હેરસ્ટાઈલ પણ બનાવી હતી.

https://www.instagram.com/p/CXXW-bZvNdo/?utm_source=ig_web_copy_link

અંકિતાની મહેંદી સેરેમનીના ઘણા વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં તે મહેંદી લગાવતી વખતે બેસીને ડાન્સ કરી રહી છે. સાથે જ વિકી જૈન પણ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :સિદ્ધાર્થ શુક્લાને બનવું ન હતું એક્ટર, જાણો કોની સલાહથી બદલાયું જીવન 

https://www.instagram.com/tv/CXWVZy5vPhF/?utm_source=ig_web_copy_link

તાજેતરમાં અંકિતાએ લગ્ન પહેલાનો એક વીડિયો બહાર પાડ્યો હતો જેમાં તે રણમાં વિકી જૈન સાથે  રોમાન્સ કરતી જોઈ શકાય છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા અંકિતાએ લખ્યું – ‘ધ સેન્ડ્સ ઓફ ટાઈમ’.

https://www.instagram.com/p/CXWauusMEhl/?utm_source=ig_web_copy_link

અંકિતા અને વિકી જૈન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કપલ 14 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. અહેવાલ છે કે બંનેના લગ્નમાં ફક્ત તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજરી આપશે. આ યુગલો મહારાષ્ટ્રીયન રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવા જઈ રહ્યા છે.

https://www.instagram.com/tv/CXV6HLcIH3p/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : કરોડોની સંપત્તિના માલિક છે રજનીકાંત, જાણો એક ફિલ્મ માટે કેટલો લે છે ચાર્જ

આ પણ વાંચો :ફિલ્મકાર અલી અકબરે કેમ મુસ્લિમ ધર્મ છોડી અપનાવ્યો હિન્દુ ધર્મ જાણો વિગત…

આ પણ વાંચો :નરગીસથી લઈને મહેશ ભટ્ટ સુધી, આ સેલેબ્સે  કર્યું છે ધર્મ પરિવર્તન..