મિસ યુનિવર્સ ૨૦૧૮નો તાજ કોને મળશે તેની રાહનો હવે અંત આવ્યો છે. ફિલિપાઈન્સના કેટરીઓના એલીસા ગ્રે મિસ યુનિવર્સ ૨૦૧૮ના વિજેતા બન્યા છે. આ તાજ તેમણે પોતાના નામ કરી દીધો છે.

એલીસા આ તાજ જીત્યા બાદ ઘણા ખુશખુશાલ જણાઈ રહ્યા હતા.
Meet your Miss Universe 2018, @CatrionaElisa. 👑. 🇵🇭 https://t.co/lf9pJPKSVN pic.twitter.com/Obtc2ZDkCW
— Miss Universe (@MissUniverse) December 17, 2018
https://twitter.com/MissUniverse/status/1074500201258180608
https://twitter.com/MissUniverse/status/1074525884025954304
મિસ યુનિવર્સની સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ દક્ષીણ આફ્રિકાના પ્રતિયોગી અને વેનેઝુએલાના પ્રતિયોગી સેકન્ડ રનર અપ રહ્યા છે. ભારત તરફથી પણ નેહલ ચુડાસમાએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નેહલ ટોપ ૨૦માંથી બહાર થઇ ગઈ હતી.
મુંબઈની રહેવાસી ૨૨ વર્ષીય નેહલ ૬૭ માં મિસ યુનિવર્સના ૯૪ સ્પર્ધકમાની એક હતી.
મિસ યુનિવર્સ ૨૦૧૮માં ફિલિપાઈન્સના ગ્રે એ છેલ્લા સવાલનો જોરદાર જવાબ આપ્યો હતો છેલ્લો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે તમારી જિંદગીમાં તમે સૌથી મહત્વપૂર્ણ વાત કઈ શીખી છે અને એક મિસ યુનિવર્સના રૂપમાં તે બાબત કઈ રીતે લાગુ કરી છે ?
આ પ્રશ્ન પર ગ્રે એ જવાબ આપ્યો કે મેં મનીલાના સ્લમ વિસ્તારમાં ઘણું કામ કર્યું છે. ત્યાનું જીવન ગરીબી અને દુઃખથી ભરેલું છે. મેં ત્યાં શીખ્યું છે કે કેવી આવી પરિસ્થિતિમાં પણ સારી વસ્તુઓ જોઈ શકાય છે. અહી મેં બાળકો પર ખુશી અને સુંદરતા પણ જોઈ છે. મિસ યુનિવર્સને લઈને મેં દરેક ખરાબ પરિસ્થતિમાં પણ સારી વસ્તુઓ જોઈ છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે જો હું લોકોને સારાપણું શીખવાડી શકત તો આપણા પાસે એક અદ્ભુત દુનિયા હોત કે જ્યાં કોઈ પણ પ્રકારની નકારત્મકતા ન હોય માત્ર બાળકોના ચહેરા પર ખુશી હોય.
આવો જવાબ આપીને ગ્રેએ જજ લોકોના દિલ જીતી લીધા હતા અને મિસ યુનિવર્સનો કિતાબ પોતાને નામ કર્યો હતો.
