ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કહેવામાં આવેલા ત્રી મુદ્દાને મહદ અંશે ફોલો કરીને ગુજરાતભરનાં મહાનગરોનાં મુરતીયાઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. યાદી પૂર્વે જાહેર કરવામાં આવેલા 3 નિર્ણયોને કારણે અનેક મોટા માથાઓનાં ઉમેદવારીનાં ઓરતા ઓરતા જ રહી ગયા છે. તમામ મહાનગરોમાં અનેક નેતાઓ વિવિધ કારણે કાતરનાં શિકાર બન્યા છે અને અનેક યુવા અને નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે, સગાવાદ મામલે થોડુ નમતું પણ જોખવુ જ પડ્યુ હોવાનું પણ ઉડીને આંખે વળગી રહ્યું છે. જો વાત કરવામાં આવે ગુજરાતનાં મહાનગર અને મેગા સીટી અમદાવાદની તો અમદાવાદમાં પણ બાકીનાં અનેક મહાનગરોની જેમ જ અનેક નેતાઓની ટિકિટો કાપવામા આવી છે.
અમદાવાદમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તે જાહેર કરેલા ઉમેદવારોમાં જુના 105 કાઉન્સિલરોને ટિકિટ નહીં આપી અને ભાજપ પ્રદેશે મજબૂત બાદબાકીનાં દાખલા રુપી કાતર ફેરવી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર ૩૭ ચહેરાને જ રીપીટ કરાયા છે અને તેમા પણ 2010માં ચૂંટણી જંગ જીતેલા ચાર પૂર્વ કાઉન્સિલરને જ ટિકિટ આપવામાં આવી છે.
મહા કાતરનાં કારણે જો કે, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ક્યાંક ખુલીને તો ક્યાંક છાનાખુણે પણ વિરોધનો શુર તો રેલાવવાનું શરુ થઇ ગયું છે. સ્પષ્ટતાથી વાત કરવામાં આવે તો ટિકિટ ન મળતા નારાજ ભાજપના કાર્યકરો ખાનપુર કાર્યાલય પહોંચ્યા હોવાનું અને આઈ.કે. જાડેજા અને જગદીશ પંચાલને રજુઆત કરી હોવાનું સામે આવી રહ્યુ છે. વોર્ડ નંબર 3 ચાંદખેડાના કાર્યકરો દ્વારા આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ભાજપના સ્થાનિક કાર્યકરોએ જાહેર કરેલા ઉમેદવાર સામે વિરોધ નોંધાવ્યો છે.
3 મહત્વનાં નિર્ણયોનું મહદ અંશે પાલન કરવામાં આવ્યું છે તે ચોક્કસ વાત છે પણ ક્યાં – ક્યારે ક કહેવામાં આવેલું કે કોઇ પણ કોંગ્રેસમાંથી આવતા નેતાને ટિકિટ કે પદ્દ નહીં અપવામાં આવે તે મામલે થોડુ નમતુ પણ જોખવુ પડ્યુ હોવાનું પણ સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, જેમ ભાવનગરમાં સવારે કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરનાર ગીતાબેન મેરને બપોરે ટિકિટ આપી દેવામાં આવ તેવી રીતે જ અમદાવાદમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અતુલ પટેલને નહીં તો તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
