Tech News/ નવી મારુતિ સુઝુકી બલેનો ફેસલિફ્ટ: આઈકોનિક હેચબેક વધુ બોલ્ડ અવતારમાં લાવશે ધમાકેદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ વિગતો

મારુતિ સુઝુકી બલેનો (Maruti Baleno) નવા ફેસલિફ્ટ અવતારમાં લોન્ચ થવા જઈ રહી છે. સીએનજી ઓટોમેટિક, 10.1 ઈંચ સ્ક્રીન અને ADAS જેવા 5 નવા ફીચર્સ વિશે વિગતવાર જાણો.

Tech & Auto
Maruti Baleno It is coming in a new avatar

Tech & Auto News : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની આગવી ઓળખ ધરાવતી મારુતિ સુઝુકીની પોપ્યુલર પ્રીમિયમ હેચબેક કાર Baleno  (Maruti Baleno)ટૂંક સમયમાં જ નવા અને આકર્ષક અવતારમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રોડ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલા મોડેલ અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ મુજબ, નવી Baleno Facelift માં માત્ર કારનો લુક જ નહીં પરંતુ તેમાં મળતા ફીચર્સમાં પણ અનેક હાઈ-ટેક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અહેવાલોનું માનીએ તો આ નવી ફેસલિફ્ટ કાર 5 સપ્ટેમ્બરના રોજ ભારતીય બજારમાં લોન્ચ થવાની શક્યતા છે.

જો તમે પણ નવી ફેમિલી હેચબેક ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો નવી બલેનોમાં મળનારા આ 5 પ્રીમિયમ ફીચર્સ વિશે ચોક્કસ જાણી લેવું જોઈએ

Maruti Baleno : સીએનજી (CNG) વેરિઅન્ટમાં મળશે ઓટોમેટિક AMT ગિયરબોક્સ

મારુતિ સુઝુકી ફેક્ટરી-ફિટેડ સીએનજી કારોના સેગમેન્ટમાં હંમેશાંથી મોખરે રહી છે. જોકે, અત્યાર સુધી સીએનજી ઓપ્શન સાથે ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ ઉપલબ્ધ નહોતો. નવી Baleno Facelift સાથે આ કમી પૂર્ણ થઈ શકે છે.

એન્જિન પાવર: આ મોડેલમાં 1.2-લિટર, 4-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ એન્જિન સાથે સીએનજી ઓપ્શન અને AMT ગિયરબોક્સ મળી શકે છે, જે સીએનજી મોડ પર 77.5 PS નો પાવર અને 98.5 Nm નો ટોર્ક જનરેટ કરશે.

ગરમીની ઋતુ માટે રાહતરૂપ ‘વેન્ટિલેટેડ સીટ્સ’

નવી Baleno ના ઈન્ટિરિયરમાં સૌથી મોટો કમ્ફર્ટ ફેરફાર તેની ફ્રન્ટ સીટ્સમાં જોવા મળી શકે છે. લાંબી મુસાફરી અને ગરમીના દિવસોને ધ્યાનમાં રાખીને ફ્રન્ટ સીટ્સમાં વેન્ટિલેશન (Ventilated Seats) નું ફીચર ઉમેરાઈ શકે છે, જે ડ્રાઈવિંગ અનુભવને વધુ આરામદાયક બનાવશે.

મોટી 10.1-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ

હાલના બલેનો મોડેલમાં 9-ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આવે છે, જેને ફેસલિફ્ટ મોડેલમાં અપગ્રેડ કરીને 10.1-ઈંચની મોટી ટચસ્ક્રીન કરવામાં આવી શકે છે. આ સિસ્ટમ વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી સપોર્ટ સાથે આવશે.

વાયરલેસ ફોન ચાર્જિંગની સુવિધા

કેબિનને વધુ પ્રીમિયમ અને કેબલ-ફ્રી રાખવા માટે નવી કારમાં વાયરલેસ ફોન ચાર્જર પણ સામેલ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

એક્સટીરિયર ડિઝાઈન અને લુકમાં ફેરફાર

ફીચર્સ ઉપરાંત, કારના બાહ્ય દેખાવમાં પણ નવો સ્પોર્ટી ટચ જોવા મળશે. જેમાં નવી ડિઝાઈનના શાર્પ હેડલેમ્પ્સ, ફ્રન્ટ ગ્રીલ, રિયર બમ્પર અને આકર્ષક નવા એલોય વ્હીલ્સનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો : સ્પીડ અને દમદાર પિકઅપના શોખીનો માટે ખુશખબર;10 લાખની અંદર આવતી આ 5 બેસ્ટ ટર્બો-પેટ્રોલ કાર્સ!

આ પણ વાંચો :JSW અને Chery ની ભાગીદારીમાં આવશે 5 નવી દમદાર SUVs, ઇલેક્ટ્રિકથી હાઇબ્રિડ સુધી મચાવશે ધમાલ!

આ પણ વાંચો :અમદાવાદની કંપનીનો મોટો ધડાકો: રૂ. 1.25 લાખમાં લોન્ચ થઈ સુપર સ્માર્ટ ઇલેક્ટ્રિક બાઇક