Tech News/ JSW અને Chery ની ભાગીદારીમાં આવશે 5 નવી દમદાર SUVs, ઇલેક્ટ્રિકથી હાઇબ્રિડ સુધી મચાવશે ધમાલ!

JSW મોટર્સ અને Chery Automobile ની ભાગીદારી હેઠળ ભારતમાં (Auto Market) 5 નવી SUVs લોન્ચ થવા જઈ રહી છે. Jetour T2 અને Jaecoo J5 જેવા મોડેલ્સ Thar Roxx અને Creta ને સીધી ટક્કર આપશે.

Trending Tech & Auto
Auto Market Explosion inside

Auto News  : ભારતીય ઓટોમોબાઇલ માર્કેટ (Auto Market)માં JSW મોટર્સ એક મોટો ધડાકો કરવા માટે તૈયાર છે. વિશ્વ વિખ્યાત ચાઇનીઝ ઓટો ઉત્પાદક Chery Automobile સાથે ગઠબંધન કરીને JSW ગ્રુપ પ્રથમ વખત પોતાના બ્રાન્ડ નેમ હેઠળ પેસેન્જર વાહનોના સેગમેન્ટમાં પ્રવેશ કરી રહ્યું છે.

સ્થાનિક પ્રોડક્શન (Local Manufacturing) અને વૈશ્વિક ટેકનોલોજીના સમન્વય સાથે કંપની ભારતમાં 5 નવી મોડેલ રેન્જ ઉતારવાની તૈયારીમાં છે, જે દેશની લોકપ્રિય કારોને સીધી ટક્કર આપશે.

Auto Market : Jetour T2: Mahindra Thar Roxx ને આપશે સીધી સ્પર્ધા

આ લાઇન-અપની ફ્લેગશિપ SUV તરીકે Jetour T2 ભારતમાં ડેબ્યૂ કરી શકે છે. બોલ્ડ અને અગ્રેસિવ ઓફ-રોડર લુક ધરાવતી આ કાર મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) સ્થિત નવા પ્લાન્ટમાં તૈયાર થશે. ગ્લોબલ માર્કેટમાં આ મોડેલ પ્લગ-ઇન હાઇબ્રિડ (PHEV) પાવરટ્રેન સાથે આવે છે, જે ઉત્કૃષ્ટ પરફોર્મન્સ અને પાવર પ્રદાન કરે છે.

Jaecoo J5: Creta અને Seltos સામે કડક સવાલ

કમ્પેક્ટ SUV સેગમેન્ટમાં વર્ચસ્વ ધરાવતી Hyundai Creta, Kia Seltos અને Maruti Grand Vitara ને પડકારવા Jaecoo J5 મેદાનમાં ઉતરશે. તેમાં ટર્બો-પેટ્રોલ અને એડવાન્સ્ડ સ્ટ્રોંગ હાઇબ્રિડ એન્જિન ઓપ્શન્સ મળવાની શક્યતા છે, જે શ્રેષ્ઠ માઇલેજ પૂરું પાડશે.

 iCar V23 EV: 430 કિમીની રેન્જ સાથે રેટ્રો-ફ્યુચરીસ્ટિક Look

JSW ના ઓલ-ઇલેક્ટ્રિક લાઇન-અપમાં iCar V23 EV એક મુખ્ય આકર્ષણ રહેશે. ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ અને સિંગલ ચાર્જ પર આશરે 430 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ ધરાવતી આ EV નો સીધો મુકાબલો Hyundai Creta EV અને Maruti e Vitara સાથે થશે.

QQ3 EV અને Jaecoo J7: અફોર્ડેબલથી લઈને પ્રીમિયમ ઓપ્શન્સ

QQ3 EV:  એન્ટ્રી-લેવલ અર્બન ઇલેક્ટ્રિક હેચબેક તરીકે આવશે, જે Tata Tiago EV અને MG Comet EV ને ટક્કર આપશે.

Jaecoo J7:  આ એક હાઇ-એન્ડ પ્રીમિયમ SUV રહેશે, જે એડવાન્સ્ડ ફીચર્સ, હાઇબ્રિડ અને પ્લગ-ઇન હાઇબ્રિડ મોડલ્સમાં લોન્ચ કરવામાં આવશે.


આ પણ વાંચો :અમદાવાદની કંપનીનો મોટો ધડાકો: રૂ. 1.25 લાખમાં લોન્ચ થઈ સુપર સ્માર્ટ ઇલેક્ટ્રિક બાઇક

આ પણ વાંચો :વિદેશી બજારોમાં ભારતીય EV નો ડંકો;યુરોપ બન્યું ‘મેડ-ઈન-ઈન્ડિયા’ ઇલેક્ટ્રિક કારનું સૌથી મોટું માર્કેટ!

આ પણ વાંચો :શોરૂમનો વીમો લેવાનો ઇનકાર કર્યો તો કારની ડિલિવરી રોકી શકાય? જાણો ગ્રાહકના અધિકારો