Not Set/ ચાલુ વર્ષના અંતમાં આ કંપનીની નવી SUV થશે લોન્ચ, જુઓ, શું છે આ કારના ફિચર્સ અને કિંમત

નવી દિલ્હી, દેશની અગ્રણી કાર નિર્માતા કંપની ફોક્સવેગન પોતાની સૌથી નાની SUV કારને માર્કેટમાં લાવવા માટે પૂરી રીતે તૈયાર છે. ફોક્સવેગન દ્વારા ટી-ક્રોસ SUV કારને ચાલુ વર્ષના અંતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ટી-ક્રોસનું પૃડકશન વર્જન ફોક્સવેગનના સિન્ગેચર ગ્રિલથી લેસ હશે. આ ગ્રિલ કંપનીના નવા જનરેશન મોડલમાં જોવા મળતા હોય છે. આ મોડલમાં જાડા વીલ […]

Tech & Auto

નવી દિલ્હી,

દેશની અગ્રણી કાર નિર્માતા કંપની ફોક્સવેગન પોતાની સૌથી નાની SUV કારને માર્કેટમાં લાવવા માટે પૂરી રીતે તૈયાર છે. ફોક્સવેગન દ્વારા ટી-ક્રોસ SUV કારને ચાલુ વર્ષના અંતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

ટી-ક્રોસનું પૃડકશન વર્જન ફોક્સવેગનના સિન્ગેચર ગ્રિલથી લેસ હશે. આ ગ્રિલ કંપનીના નવા જનરેશન મોડલમાં જોવા મળતા હોય છે. આ મોડલમાં જાડા વીલ આર્ક્સ જોવા મળશે જે રીતે ટીગુઆન અને ટી-રોક મોડલમાં જોવા મળતા હોય છે.

ફોક્સવેગન T-Crossની પ્રારંભિક એક્સ શોરૂમ પ્રાઈઝ ૧૨ લાખ રૂપિયા જયારે ટોપ મોડલની કિંમત ૧૬ લાખ રૂપિયા રાખવામાં આવી છે.

ફોક્સવેગનની ન્યુ SUV T-Crossમાં MQB A0 પ્લેટફોર્મ આપવામાં આવશે. આ પહેલા MQB A0 પ્લેટફોર્મ પર લેટેસ્ટ જનરેશન પોલો હેચબેક અને કંપનીના બીજા મોડલ પણ બન્યા છે. આ ઉપરાંત ટી-ક્રોસમાં પોલો કારનું જ એન્જીન અને ગિયર બોક્સ આપવામાં આવ્યું છે.

ફોક્સવેગન T-Crossના પૃડકશન વર્જન ૧.૦ લીટર TSI, ૩ સિલિન્ડર પેટ્રોલ એન્જીનથી લેસ છે. આ એન્જીન ૧૧૨ હોર્સપાવરની ટોર્ક જનરેટ કરે છે તેમજ એન્જીનને ૭ સ્પીડ ગિયર બોક્સ પણ આપવામાં આવ્યું છે.