Tech & Auto News : દેશની અગ્રણી ટૂ-વ્હીલર ઉત્પાદક કંપની TVS મોટરે આગામી તહેવારોની સિઝન પહેલાં તેની લોકપ્રિય ‘અપાચે’ (Apache) રેન્જને નવા અને અત્યાધુનિક અવતારમાં રજૂ કરી છે. કંપનીએ Apache RTR 160, RTR 160 4V અને RTR 200 4V ના નવા વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા છે. આ નવા મોડલ્સમાં રાઇડર્સની સુવિધા અને સુરક્ષાને ધ્યાન પર રાખીને ટ્રેક્શન કંટ્રોલ અને ગૂગલ મેપ મિરરિંગ જેવાં અનેક સેગમેન્ટ-ફર્સ્ટ ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે.
Apache : કિંમત અને મોડલ વાઇઝ ડિટેલ્સ
નવી TVS Apache RTR 160 ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 1.28 લાખ રાખવામાં આવી છે. જ્યારે RTR 160 4V ના ન્યૂ ટોપ વેરિઅન્ટની કિંમત 1.41 લાખ અને સૌથી પાવરફુલ RTR 200 4V ની કિંમત 1.50 લાખ નક્કી કરવામાં આવી છે. આ અપગ્રેડ સાથે જૂના વેરિઅન્ટ્સની જગ્યાએ હવે વધુ ફીચર્સ વાળા નવા વેરિઅન્ટ્સ માર્કેટમાં ઉપલબ્ધ થશે.
દરેક વેરિઅન્ટમાં શું છે નવું?
Apache RTR 160: આ બાઇકમાં ડ્યુઅલ ચેનલ ABS ની સાથે હવે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TCS), હેઝાર્ડ લેમ્પ્સ, LED ટર્ન ઈન્ડિકેટર્સ અને આકર્ષક નવા કલર ઓપ્શન્સ ઉમેરાયા છે.
Apache RTR 160 4V: આ વેરિઅન્ટમાં TFT ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં ગૂગલ મેપ્સ મિરરિંગ (Google Map Mirroring) દ્વારા નેવિગેશન સ્ક્રીન પર જોઈ શકાશે. આ સિવાય ટાઈપ-સી ચાર્જિંગ પોર્ટ અને પેનિક બ્રેક એલર્ટ જેવા ફિચર્સ મળે છે.
Apache RTR 200 4V: આ મોડલમાં સૌથી વધુ અપગ્રેડ જોવા મળ્યા છે. જેમાં ફ્રન્ટમાં એડજસ્ટેબલ USD સસ્પેન્શન સાથે TFT ગૂગલ મેપ નેવિગેશન, ટાઈપ-સી ચાર્જર અને નવા કલર સ્કીમ્સ તથા રેડ અલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
દુનિયાભરમાં 70 લાખથી વધુ રાઇડર્સનો ભરોસો
TVS મોટર કંપનીના પ્રીમિયમ બિઝનેસ હેડ વિમલ સુમ્બલીએ જણાવ્યું કે, અપાચે બાઇક્સમાં પરફોર્મન્સ અને નવી ટેકનોલોજી આપવા પર સતત કામ થઈ રહ્યું છે. નોંધનીય છે કે વૈશ્વિક સ્તરે અપાચે બાઇકના ૭૦ લાખથી વધુ ગ્રાહકો છે, જ્યારે તેના ઓફિશિયલ રાઇડર્સ ગ્રુપ (AOG) માં ૫ લાખથી વધુ સભ્યો જોડાયેલા છે.
આ પણ વાંચો :પેટ્રોલનો ખર્ચ થશે અડધો: Volvo ની નવી પ્લગ-ઇન હાઇબ્રિડ SUV આપશે 200 KM ની ઇલેક્ટ્રિક રેન્જ
આ પણ વાંચો :એન્થ્રોપિકનું AI હવે માત્ર ચેટબોટ પૂરતું સીમિત નહીં; મેડિકલ રિસર્ચ માટે બનાવી ખાસ બાયોલોજી લેબ
આ પણ વાંચો : BSNLનો ધમાકેદાર પ્લાન: માત્ર ₹1 માં મેળવો 24 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 24 GB ડેટા
