Tech News/ પેટ્રોલનો ખર્ચ થશે અડધો: Volvo ની નવી પ્લગ-ઇન હાઇબ્રિડ SUV આપશે 200 KM ની ઇલેક્ટ્રિક રેન્જ

વોલ્વોએ પોતાની લોકપ્રિય SUV XC60 અને XC90 ના નવા લોંગ-રેન્જ પ્લગ-ઇન હાઇબ્રિડ મોડલ (New SUV) રજૂ કર્યા છે. આ કાર 200 KM ની ઇલેક્ટ્રિક રેન્જ સાથે પેટ્રોલનો ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.

Tech & Auto
New SUV What is special about it

Tech & Auto News : સ્વીડિશ વાહન નિર્માતા કંપની વોલ્વો (Volvo) પોતાની પોપ્યુલર લક્ઝરી SUV  (New SUV)મોડલ્સ XC60 અને XC90 ના નવા લોંગ-રેન્જ પ્લગ-ઇન હાઇબ્રિડ (PHEV) વેરિઅન્ટ્સ સાથે ઓટો માર્કેટમાં ધમાકો કરવા જઈ રહી છે. આ અપડેટેડ વર્ઝનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે વિશાળ બેટરી પેક સાથે આવે છે. WLTP સાયકલ અનુસાર, નવી XC60 માત્ર બેટરી પાવર પર અંદાજે 200 કિલોમીટર સુધી દોડી શકશે, જ્યારે મોટું વેરિઅન્ટ XC90 ઇલેક્ટ્રિક મોડમાં લગભગ 160 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવા માટે સક્ષમ છે.

New SUV : સિટી ડ્રાઇવિંગમાં ઇલેક્ટ્રિક, હાઇવે પર એન્જિનનો ભરોસો

કંપનીએ આ બંને કારોમાં મોટી 41.2 kWh ની બેટરી અને અદ્યતન ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે. જેથી રોજિંદા ઓફિસ કે સિટી યુઝ માટે ગ્રાહકોએ એક પણ ટીપું પેટ્રોલ બાળવું નહીં પડે. વળી, હાઇવે અથવા લાંબી મુસાફરી દરમિયાન ચાર્જિંગ પૂરૂં થાય ત્યારે કારમાં આપમેળે પેટ્રોલ એન્જિન કામ કરવાનું શરૂ કરી દેશે. આ પ્લગ-ઇન હાઇબ્રિડ ટેક્નોલોજીના કારણે યુઝર્સને ચાર્જિંગ સ્ટેશન શોધવાની કે રેન્જ પૂરી થવાની ચિંતા રહેતી નથી.

હાઇટેક ફિચર્સ, AI આસિસ્ટન્ટ અને નેક્સ્ટ લેવલ સેફ્ટી

નવી XC60 માં ડિઝાઇન સુધારા સાથે 11.2 -ઇંચની વિશાળ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં ગુગલ સ્માર્ટ સપોર્ટ સાથે ‘Gemini’ AI વોઇસ આસિસ્ટન્ટ પણ મળશે. સુરક્ષાના મામલે આ SUVs માં 360-ડિગ્રી કેમેરા, ઓટોમેટિક ઇમરજન્સી સ્ટીયરિંગ અને લેન-ચેન્જ આસિસ્ટ જેવા અત્યાધુનિક સેફ્ટી ફિચર્સ ઉમેરાયા છે. આ બંને મોડલ્સનું ઉત્પાદન વર્ષ 2026 ના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે, જ્યારે 2027 ના પ્રારંભથી તેની વૈશ્વિક ડિલિવરી શરૂ થઈ શકે છે.


આ પણ વાંચો :એન્થ્રોપિકનું AI હવે માત્ર ચેટબોટ પૂરતું સીમિત નહીં; મેડિકલ રિસર્ચ માટે બનાવી ખાસ બાયોલોજી લેબ

આ પણ વાંચો :PM મોદીએ SEMICON India 2026 નું ઉદ્ઘાટન કર્યું, સેમિકન્ડક્ટર સપ્લાય ચેન મજબૂત બનાવવા રિફોર્મ્સ પર ભાર

આ પણ વાંચો :Apple Watchમાં પ્રાઇવસી કેટલી સુરક્ષિત? AI ફીચર યુઝર્સની વાતચીત સાંભળતું હોવાના દાવાથી ખળભળાટ