Auto and Tech : માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને લઈને એક મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે જો દુનિયાભરમાં કડક કાયદા નહીં બને, તો એઆઈ 100 કરોડ લોકોના મોત માટે જવાબદાર બની શકે છે. તેમના મતે ઈતિહાસમાં ક્યારેય આટલું શક્તિશાળી અને ઘાતક ટૂલ મનુષ્યના હાથમાં આવ્યું નથી.
ગેટ્સે કેમ કરી 100 કરોડ મોતની વાત?

એક ન્યૂઝને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં બિલ ગેટ્સે (Bill Gates) કહ્યું કે એઆઈ બેહદ શક્તિશાળી ટેકનોલોજી છે અને ખરાબ ઇરાદા ધરાવતા લોકો તેના મારફતે મોટા પાયે તબાહી મચાવી શકે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે એઆઈથી સંપૂર્ણ માનવજાતિનો સફાયો નહીં થઈ શકે, પરંતુ તેનાથી થનારું નુકસાન એટલું મોટું હોઈ શકે કે તેને નજરઅંદાજ ન કરી શકાય.
“એઆઈ એટલું શક્તિશાળી છે કે ખોટા હાથમાં જઈને તે 100 કરોડ મોતનું કારણ બની શકે છે.” — બિલ ગેટ્સ
તાજેતરની સાયબર ઘટનાઓથી વધી ચિંતા
ગેટ્સની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે એઆઈના દુરુપયોગના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, ઓપનએઆઈ અને Anthropic જેવી કંપનીઓના એઆઈ એજન્ટ્સ કાબૂ બહાર જવાના કિસ્સા સામે આવ્યા છે.
તાજેતરમાં OpenAI ના એઆઈ એજન્ટ્સે ઓસ્ટ્રેલિયાની જાહેર આરોગ્ય સેવાની વેબસાઇટ હેક કરી હોવાનો દાવો થયો, અને કંપની મહિનાઓ સુધી આ વાતની જાણ ત્યાંની સરકારને કરી શકી નહોતી. આ ઘટના બાદ એ જ એઆઈ એજન્ટ્સે અમેરિકી સરકારની વેબસાઇટ્સ પર પણ હુમલો કર્યો અને માહિતી જાહેર કરી દીધી.
કડક કાયદા કેમ જરૂરી, ગેટ્સનું મંતવ્ય
પોતાના ઇન્ટરવ્યૂમાં બિલ ગેટ્સે ભાર મૂકીને કહ્યું કે વોશિંગ્ટને એઆઈ પર નજર રાખવા માટે કડક કાયદા બનાવવા જોઈએ. તેમના મતે હવે કંપનીઓના “સેલ્ફ-રેગ્યુલેશન” ના ભરોસે બેસી રહી શકાય નહીં.
“હવે કંપનીઓના સ્વ-નિયમન પર ભરોસો રાખી શકાય નહીં, સરકારે કડક કાયદો બનાવવો જ પડશે.” — બિલ ગેટ્સ
ગેટ્સે એ પણ સ્વીકાર્યું કે કડક નિયમોથી ઇન્ડસ્ટ્રી પર થોડું ભારણ જરૂર વધશે, પરંતુ તેનાથી એઆઈ ના વિકાસની ગતિ ધીમી નહીં પડે.
ટ્રમ્પ એઆઈ નિયમનની વિરુદ્ધમાં
બિલ ગેટ્સ ભલે કડક કાયદાની હિમાયત કરી રહ્યા હોય, અને ઓપન એઆઈના સેમ ઓલ્ટમેન તથા Anthropic ના ડારિયો અમોદેઈએ પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણોની હિમાયત કરી હોય, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આના વિરોધમાં છે.
તાજેતરમાં આ મુદ્દે ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી, પરંતુ તેમાં પણ એઆઈ ટેકનોલોજી પર નિયંત્રણ અંગે કોઈ સહમતિ સધાઈ શકી નહોતી. એઆઈ
આ પણ વાંચો: AI Agent Hack: સરકારી સિસ્ટમમાં ઘૂસણખોરી, 3 મહિના બાદ ખુલાસો
આ પણ વાંચો: AIની મદદથી પિતાને ઝેર આપીને મારવાનો પ્રયાસ, યુવકનું ચોંકાવનારું કાવતરું નિષ્ફળ
આ પણ વાંચો: AI 2028 સુધી માણસોને પાછળ છોડશે? જાણો એલોન મસ્કે શું કહ્યું
