Not Set/ લોકડાઉનમાં Jio યૂઝર્સને મળશે લાભ, હવે Jio-Fiber આપશે પહેલા કરતા વધુ ડેટા, જાણો

ભારતનાં ઘણા મોટા શહેરોમાં ઇન્ટરનેટની માંગમાં વધારો થવાને કારણે રિલાયન્સ જિઓએ દિલ્હી અને એનસીઆરમાં ઇન્ટરનેટની ગતિ વધારવાનો નિર્ણય લીધો છે. જે લોકડાઉન દરમિયાન ઘરેથી કામ કરતા યૂઝર્સને ઘણો સપોર્ટ પૂરો પાડશે. આ બીજી વખત છે જ્યારે કંપનીએ તેના બ્રોડબેન્ડ યૂઝર્સ માટે લાભો જાહેર કર્યા છે. એટલું જ નહીં, કંપની હાલમાં તેની તમામ બ્રોડબેન્ડ યોજનાઓમાં ડબલ […]

Tech & Auto

ભારતનાં ઘણા મોટા શહેરોમાં ઇન્ટરનેટની માંગમાં વધારો થવાને કારણે રિલાયન્સ જિઓએ દિલ્હી અને એનસીઆરમાં ઇન્ટરનેટની ગતિ વધારવાનો નિર્ણય લીધો છે. જે લોકડાઉન દરમિયાન ઘરેથી કામ કરતા યૂઝર્સને ઘણો સપોર્ટ પૂરો પાડશે. આ બીજી વખત છે જ્યારે કંપનીએ તેના બ્રોડબેન્ડ યૂઝર્સ માટે લાભો જાહેર કર્યા છે. એટલું જ નહીં, કંપની હાલમાં તેની તમામ બ્રોડબેન્ડ યોજનાઓમાં ડબલ ડેટા આપી રહી છે.

આ યોજનાઓની પ્રારંભિક કિંમત રૂ. 699 થી શરૂ થાય છે, ત્યારબાદ, રૂ. 849, રૂ. 1,299, રૂ. 2,499, રૂ. 3,999 અને રૂ. 8,499 નાં પ્લાનમાં યૂઝર પોતાની જરૂરત મુજબ કોઇની પણ પસંદગી કરી શકે છે. ઉપરાંત કંપનીએ પોતાના એડ ઓન પેકમાં પણ ફેરફાર કર્યો છે, આ પેક 11 રૂપિયા, 21 રૂપિયા, 51, 101 રૂપિયામાં ઉપલબ્ધ છે, ફેરફાર પછી તમામ પેક્સમાં વધુ ડેટા કંપની ઓફર કરી રહી છે સાથે સાથે વધારાનું કોલિંગ લાભ પણ આપી રહ્યુ છે.

રિલાયન્સ જિઓ હાલમાં બ્રોડબેન્ડ યૂઝર્સને 6 પ્લાન્સ આપી રહી છે, જેમાંથી પ્રારંભિક યોજનાની કિંમત 699 રૂપિયા છે, જેમાં યૂઝર્સને 200 જીબી ડેટા સાથે 50 જીબી વધારાનો ડેટા આપી રહી છે સાથે અનલિમિટેડ કોલિંગ પણ આપવામાં આવશે. તેના બ્રોન્ઝ પ્લાનમાં 100 એમબીપીએસ સ્પીડ અને 600 જીબી ડેટા સિલ્વર પ્લાનમાં આપવામાં આવી રહ્યો છે, જેમાં 400 જીબી નોર્મલ અને 200 જીબીનો વધારાનો ડેટા શામેલ છે, આ માટે યૂઝર્સને 849 રૂપિયા ખર્ચ કરવા પડશે.

તેમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ, વીડિયો કોલિંગ અને સેટઅપ બોક્સ શામેલ છે. છેવટે, કંપનીની ગોલ્ડ પ્લાન 10,000 જીબી સાથે 250 જીબી વધારાનો ડેટા ઓફર કરે છે, સાથે અનલિમિટેડ કોલિંગ, ડિવાઇસ સિક્યુરિટી અને સેટઅપ બોક્સ સામેલ છે. કંપની તેની હાઇ-એન્ડ પ્લાનમાં 3 ઓપ્શન્સ ઓફર કરી રહી છે, જે 2000 રૂપિયાથી લઈને 8,499 રૂપિયા સુધી છે, યૂઝર્સને 2,000 રૂપિયાનો પ્લાન લીધા બાદ 2,500 જીબી ડેટાની સાથે 250 જીબી એક્સ્ટ્રા ડેટા 500 એમબીપીએસની સ્પીડ સાથે મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.