auto and tech/ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ઉપરાંત 90 મિનિટ સુધીના વીડિયોનો પ્રયોગ, યુટ્યૂબને આપશે પડકાર

ઇન્સ્ટાગ્રામ(Instagram) લાવી રહ્યું છે નવું ‘ફીચર્સ’

Breaking News Tech & Auto
instagram

Auto and Tech: ઇન્સ્ટાગ્રામ(Instagram) લાંબા વીડિયો અને હોરિઝોન્ટલ ફોર્મેટ પર કંપની કામ કરી રહી છે. અત્યાર સુધી પ્લેટફોર્મની ઓળખ ટૂંકી અને વર્ટિકલ રીલ્સ રહી છે. હવે કંપની આ ફોર્મેટમાં ફેરફારનો સંકેત આપી રહી છે.

કોણે કરી જાહેરાત અને ક્યાં ચાલે છે પ્રયોગ?

કંપનીના સીઇઓ એડમ મોસેરીએ આ અંગે માહિતી આપી છે. શરૂઆતમાં બ્રાઝિલ અને યુએસમાં કેટલાક ક્રિએટર્સ સાથે 90 મિનિટ સુધીના વીડિયોનો પ્રયોગ થઈ રહ્યો છે, જેને ‘ફીચર્સ’ નામ અપાયું છે.

આ એડમ મોસેરી જાહેરાત (Adam Mosseri announcement) આશરે સાડા છ મિનિટના વીડિયો મારફતે કરવામાં આવી છે. તેમાં પ્રોડક્ટના વાઇસ પ્રેસિડેન્ટ પણ સામેલ હતા.

ઇન્સ્ટાગ્રામ(Instagram) લાંબા વીડિયો  અને ‘ફીચર્સ’

પ્રયોગ બહુ મર્યાદિત પ્રમાણમાં માત્ર અમુક કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે થઈ રહ્યો છે. કંપનીએ થોડા સમયથી બ્રાઝિલના કેટલાક ક્રિએટર્સને લાંબા વીડિયો બનાવવા ઇન્વાઇટ કર્યા હતા, અને હવે આ ટેસ્ટ યુએસમાં પણ વિસ્તારાઈ રહ્યો છે.

ક્રિએટર્સને કયા માપદંડોને આધારે ઇન્વાઇટ કરાયા તેની કંપનીએ કોઈ ચોખવટ કરી નથી. લાંબા વીડિયો બનાવનારા ક્રિએટર્સને પેમેન્ટ મળશે કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા નથી.

આ હોરિઝોન્ટલ વીડિયો (horizontal videos)માં યુટ્યૂબની જેમ પોડકાસ્ટ, ઇન્ટરવ્યૂ, કોમેડી સ્પેશિયલ અને વ્લોગ્સ જોવા મળે તેવી શક્યતા છે. ‘ફીચર્સ’માં વધુમાં વધુ 90 મિનિટની લંબાઈ મળવાની શક્યતા છે.

આવા વીડિયોના પ્રમોશન માટે ‘લિંક્ડ રીલ્સ’નું ફીચર પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. તેમાં ક્રિએટર લગભગ ત્રીસેક સેકન્ડની રીલ બનાવીને શેર કરી શકશે, અને તેના પર ક્લિક કરતાં ઇન્સ્ટાગ્રામમાં જ આખો વીડિયો ખુલશે.

ઇન્સ્ટાગ્રામમાં લાંબા વીડિયો અને ટીવી એપ

અત્યારે લોકો યુટ્યૂબ પર લાંબા વીડિયો શેર કરીને તેના પ્રમોશન માટે હાઇલાઇટિંગ રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે. આવી રીલ્સ સાથે ‘ફૂલ એપિસોડ ઓન યુટ્યૂબ, લિંક ઇન બાયો’ જેવું લખાણ જોવા મળે છે. આ યુટ્યૂબ હરીફાઈ (YouTube rivalry)માં ઇન્સ્ટાગ્રામ ઇચ્છે છે કે બધું જ પ્લેટફોર્મની અંદર થઈ શકે.

આ સાથે ‘સીરિઝ’ શરૂ થવાની પણ શક્યતા છે, જેમાં ક્રિએટર પ્રોફાઇલ પર એકમેક સાથે જોડાયેલી રીલ્સ બનાવી શકશે. અત્યારે યુએસ, ભારત અને મેક્સિકોમાં કેટલાક પસંદગીના ક્રિએટર્સને આ સગવડ મળવા લાગી છે.

આ બધું ઇન્સ્ટાગ્રામ ટીવી એપ (Instagram TV app) સાથે જોડાયેલું રહેશે. કંપનીએ ગયા વર્ષે ટીવી એપ લોન્ચ કરી હતી, અને ટીવીની હોરિઝોન્ટલ સ્ક્રીનને ધ્યાને રાખી લાંબા વીડિયો આપવામાં આવશે.


આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામનું ધમાકેદાર નવું ફીચર: હવે ટેગ કરેલી પોસ્ટ પણ દેખાશે તમારી મેઈન પ્રોફાઈલ ગ્રિડમાં

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ રીલ્સના ચક્કરમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યો છે યુવાનોનો કિંમતી સમય? જાણો મગજ પર થતી ગંભીર અસર

આ પણ વાંચો: મેટાએ લોન્ચ કર્યો ‘ઇન્સ્ટાગ્રામ પ્લસ’ પ્લાન, શું હવે યુઝર્સે ચૂકવવા પડશે પૈસા? જાણો સંપૂર્ણ વિગત