Not Set/ જમ્મુુ-કાશ્મીરમાં સેના દ્વારા ‘મિશન ઓલ આઉટ’ હાથ ધરાયુ

જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવા માટે સેના દ્વારા “Mission All Out” ચલાવામાં આવી રહ્યું છે. ત્યારે સુરક્ષા દળ હવે જેહાદીઓના ગઢ ગણાતા શોપિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાને આતંકવાદીઓનો સુરક્ષિત ગઢ માનવામાં આવે છે. જ્યાં આતંકીઓ બિન્દાસ ફરતા હોય છે. સુરક્ષા દળ દ્વારા શોપિયાના 13 ગામોમાં સર્ચ ઓપરેશન […]

Uncategorized

જમ્મુ-કાશ્મીર,

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવા માટે સેના દ્વારા “Mission All Out” ચલાવામાં આવી રહ્યું છે. ત્યારે સુરક્ષા દળ હવે જેહાદીઓના ગઢ ગણાતા શોપિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાને આતંકવાદીઓનો સુરક્ષિત ગઢ માનવામાં આવે છે. જ્યાં આતંકીઓ બિન્દાસ ફરતા હોય છે. સુરક્ષા દળ દ્વારા શોપિયાના 13 ગામોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સેના દ્વારા મોટા પાયે આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.