Surat News/ સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરના મોત મામલે સરકાર એક્શનમાં, 24 કલાકમાં રિપોર્ટનો આદેશ

સુરતમાં રેસિડેન્ટ Doctorના મોત મામલે તપાસ કમિટી રચાઈ, સરકારે, 24 કલાકમાં રિપોર્ટનો આપવા કર્યો આદેશ

Gujarat Surat Breaking News Uncategorized
Doctor

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર (Doctor)ના આપઘાતની દુઃખદ ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બનાવની ગંભીર નોંધ લઈ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કમિટી બનાવવામાં આવી છે. જો તપાસમાં રેગિંગ, માનસિક ત્રાસ કે બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી છે. તપાસ કમિટી પાસેથી 24 કલાકમાં રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

રેસિડેન્ટ Doctorના મોત મામલે  તપાસ કમિટી રચાઈ

સુરત નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital)માં બનેલી આ ઘટનાની તપાસ માટે સિવિલ હોસ્પિટલના ડીન અને સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં તપાસ કમિટી રચવામાં આવી છે. તપાસની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે ગાંધીનગર મેડિકલ એજ્યુકેશનના અધિક નિયામક સચદેનને સીધી દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે.

રેગિંગ કે માનસિક ત્રાસ હતો કે નહીં તેની તપાસ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા (Minister Praful Pansheriya)એ તપાસમાં તમામ સંભવિત પાસાઓ આવરી લેવાની સૂચના આપી છે. ખાસ કરીને મૃતક રેસિડેન્ટ ડોક્ટરને હોસ્પિટલ અથવા હોસ્ટેલ પરિસરમાં કોઈ પ્રકારની રેગિંગનો સામનો કરવો પડ્યો હતો કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ અથવા તંત્ર દ્વારા ડોક્ટર પર માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો કે નહીં તે પણ તપાસનો મહત્વનો ભાગ રહેશે. જો આવા કોઈ આક્ષેપો કે પુરાવા સામે આવશે તો જવાબદારો સામે કાયદાકીય અને વહીવટી કાર્યવાહી કરવાની મંત્રીએ ખાતરી આપી છે.

આજે રાત્રે જ સાથી ડોક્ટરોના નિવેદન લેવાશે

તપાસમાં ઝડપ લાવવા માટે હોસ્ટેલમાં રહેતા સાથી વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોના નિવેદનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. બનાવ પહેલાંની પરિસ્થિતિ, મૃતક ડોક્ટર સાથેના સંબંધો અને કોઈ પ્રકારની સમસ્યા હતી કે નહીં તે અંગે માહિતી મેળવવામાં આવશે. મંત્રીના નિર્દેશ મુજબ તપાસ કમિટીના સભ્યો દ્વારા સમગ્ર પરિસરની તપાસ પૂર્ણ કરવામાં આવશે. તપાસમાં કોઈ ઢીલ ન રહે તે માટે રાત્રે જ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રીએ પરિવાર સાથે વાત કરી

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મૃતક ડોક્ટરના પિતા સાથે ફોન પર વાતચીત કરી શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં સાંત્વના પાઠવી હતી અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી હતી. મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે તપાસમાં જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેને બક્ષવામાં આવશે નહીં. રેગિંગ (Ragging), માનસિક પરેશાની અથવા બેદરકારીના કોઈ પુરાવા મળશે તો જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસ કમિટી દ્વારા વિવિધ પાસાઓની તપાસ ચાલી રહી છે અને 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:અમદાવાદ નજીક બાવળામાં ડમ્પરની અડફેટે આશાસ્પદ યુવાન ડોક્ટરનું અકાળે મોત

આ પણ વાંચો:અડાલજ કેનાલમાં દિકરીના ગોરોના ઝવેરા પધરાવવા ગયેલા ડોક્ટરનું ડૂબી જવાથી મોત, દિકરીએ ડૂબતા પિતાને જોઈને બૂમાબૂમ કરી

આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા