Not Set/ ક્યા બાત હૈ, કપિલ-કૃષ્ણા અને ભારતી એક સાથે જોવા મળશે

મુંબઇ, જાણીતા કોમેડિયન કપિલ શર્મા એકવાર ફરી તેમના શો સાથે ટીવી પર પરત ફરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચાહકો કપિલના આ શોની રાહ જોઈ રહ્યાં છે. કપિલ લગભગ છેલ્લા એક વર્ષથી ટેલીવિઝનથી તેમની ખરાબ તબિયતના કારણે ગાયબ છે. હવે તેમના શો સાથે સંકળાયેલી વધુ એક અપડેટ સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે […]

Uncategorized

મુંબઇ,

જાણીતા કોમેડિયન કપિલ શર્મા એકવાર ફરી તેમના શો સાથે ટીવી પર પરત ફરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચાહકો કપિલના આ શોની રાહ જોઈ રહ્યાં છે. કપિલ લગભગ છેલ્લા એક વર્ષથી ટેલીવિઝનથી તેમની ખરાબ તબિયતના કારણે ગાયબ છે. હવે તેમના શો સાથે સંકળાયેલી વધુ એક અપડેટ સામે આવી રહી છે.

Related image

કહેવામાં આવી રહ્યું છે કે પોપુલર કોમેડિયન કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ આ શોમાં કપિલ સાથે જોડાય રહ્યા છે. જો આ સમાચારમા સચ્ચાઈ છે તો આ એક લાંબા સમય પછી ત્રણેય કોમેડીયનનું રીયૂનિયન હશે. જણાવી દઈએ કે પહેલા કોમેડી સર્કસમાં આ ત્રણેય સાથે જોવા મળતા હતા. તે પછી કપિલ શર્મા તેમના નવા શો સાથે  અલગ થઇ ગયા હતા.એ પછી કપિલ અને કૃષ્ણા સાથે કેટલુંક વાકયુદ્ધ પણ સામે આવ્યું હતું.કપિલ અને કૃષ્ણાના સંબંધોની ખટાશ જોતા એવું લાગી રહ્યું હતું કે તેઓ સાથે કામ નહીં કરે.

Image result for kapil sharma bharti singh krushna abhishek

પરંતુ મીડિયા સાથે આ સમાચારની પુષ્ટિ કરતા ભારતીએ કહ્યું છે કે લાંબા સમય પછી કૃષ્ણા અને કપિલ સાથે દેખાશે. આપને જણાવી દઈએ કે કપિલએ તેના શો વિશે પહેલાથી જ પુષ્ટિ કરી ચુક્યા છે કે શૂમોના ચક્રવર્તી અને કીકુ શારદા પણ તેમના શોમાં શામિલ કરવામાં આવશે. આ ઉપરાંત કપિલે તાજેતરમાં જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ ગીન્ની સાથે લગ્ન કરશે. તો હવે  કપિલ શર્માના જબરદસ્ત કમબેકની રાહ જોવામાં આવી રહી છે.

Related image