Not Set/ ટી 20માં હાઈએસ્ટ રન ફટકારી અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ

દેહરાદૂન, ભારતમાં આયર્લેન્ડ સામે રમી રહેલ ટી 20 મેચમાં અફઘાનિસ્તાને સૌથી વધુ રન ફટકારી રેકોર્ડ કર્યો હતો.દહેરાદૂનમાં રમાયેલી આ મેચમાં 278 રન ફટકારી અફઘાનિસ્તાને આ સાથે ટ્વેન્ટી-20ના ઈતિહાસનો હાઈએસ્ટ સ્કોર પણ નોંધાવ્યો હતો. અગાઉનો ટી-20નો હાઈએસ્ટ સ્કોર 263 રનનો હતો. અફઘાનિસ્તાનના ઓપનર હઝરતુલ્લાહ ઝાઝાઈએ આયર્લેન્ડ સામેની ટી-20માં માત્ર ૬૨ બોલમાં 11 ચોગ્ગા અને 16 છગ્ગા […]

Uncategorized
દેહરાદૂન,
ભારતમાં આયર્લેન્ડ સામે રમી રહેલ ટી 20 મેચમાં અફઘાનિસ્તાને સૌથી વધુ રન ફટકારી રેકોર્ડ કર્યો હતો.દહેરાદૂનમાં રમાયેલી આ મેચમાં 278 રન ફટકારી અફઘાનિસ્તાને આ સાથે ટ્વેન્ટી-20ના ઈતિહાસનો હાઈએસ્ટ સ્કોર પણ નોંધાવ્યો હતો. અગાઉનો ટી-20નો હાઈએસ્ટ સ્કોર 263 રનનો હતો.
અફઘાનિસ્તાનના ઓપનર હઝરતુલ્લાહ ઝાઝાઈએ આયર્લેન્ડ સામેની ટી-20માં માત્ર ૬૨ બોલમાં 11 ચોગ્ગા અને 16 છગ્ગા સાથે અણનમ162 રન ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો.
ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામેની 2016માં રમાયેલી ટી-20માં ત્રણ વિકેટે ૨૬૩ રન ફટકાર્યા હતા. જોકે તે રેકોર્ડને અફઘાનિસ્તાને તોડી નાંખ્યો હતો.
ઝાઝાઈ અને ઉસ્માન ઘાની (73)એ 236 રનની ઓપનિંગ ભાગીદારી સાથે ટી-20ના ઈતિહાસમાં કોઈ પણ ક્રમ માટેની હાઈએસ્ટ ભાગીદારીનો વિશ્વવિક્રમ સર્જ્યો હતો. આ સાથે અફઘાનિસ્તાને આયર્લેન્ડ સામે 20 ઓવરમાં ત્રણ વિકેટે 278 રન ખડક્યા હતા.
 જવાબમાં આયરલેન્ડ છ વિકેટે 194 રન કરી શકતાં 84  રનથી હારી ગયું હતુ. લક્ષ્યનો પીછો કરતા આયર્લેન્ડ ઓપનર અને કેપ્ટ્ન પૉલ સ્ટર્લિંગે 50 બોલમાં 91 રન કર્યા હતા. કેવિન ઓ બ્રાયને ૨૫ બોલમાં 37  રન કર્યા હતા. બંનેએ પહેલી વિકેટ માટે 71 બોલમાં 126 રન કર્યા હતા. કેવિનના આઉટ થયા પછી 24 રનની અંદર તેમના બીજા 4 બેટ્સમેન પણ આઉટ થઇ ગયા હતા.