Not Set/ જમ્મુ-કાશ્મીર/ મિનિ સચિવાલય પર આતંકી હુમલો, આતંકીઓ હથિયારો છીનવી ફરાર

જમ્મુ-કાશ્મીરનાં શોપિયાંમાં ફરી એકવાર સીઆરપીએફ પાર્ટી પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એએનઆઈનાં જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ શોપિયાનાં મિની સચિવાલયમાં તૈનાત સીઆરપીએફ જવાનો પર ગોળીબાર કર્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અત્યાર સુધીની માહિતી અનુસાર આ ફાયરિંગમાં કોઈ જવાનને નુકસાન થયું નથી. હુમલા બાદ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. હુમલો થયા બાદ વિસ્તારને […]

Uncategorized

જમ્મુ-કાશ્મીરનાં શોપિયાંમાં ફરી એકવાર સીઆરપીએફ પાર્ટી પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એએનઆઈનાં જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ શોપિયાનાં મિની સચિવાલયમાં તૈનાત સીઆરપીએફ જવાનો પર ગોળીબાર કર્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અત્યાર સુધીની માહિતી અનુસાર આ ફાયરિંગમાં કોઈ જવાનને નુકસાન થયું નથી. હુમલા બાદ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. હુમલો થયા બાદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.

ગુરુવારે આતંકવાદીઓએ બડગામ જિલ્લામાં સીઆરપીએફનાં સહાયક સબ-ઇન્સ્પેક્ટર પર હુમલો કર્યો હતો. બડગામ જિલ્લાનાં કૈસર્મુલ્લા ખાતે આતંકવાદીઓએ સીઆરપીએફની 117 મી બટાલિયનનાં સહાયક સબ-ઇન્સ્પેક્ટર પર ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં સીઆરપીએફનાં સહાયક સબ ઈન્સ્પેક્ટરનું મોત નીપજ્યું હતું. આ હુમલા બાદ આતંકીઓ ત્યાંથી હથિયારો છીનવીને ફરાર થઈ ગયા હતા.

વળી આતંકીઓએ શ્રીનગરમાં એડવોકેટ બાબર કાદરી પર હુમલો કર્યો, જેમા તેમનુ મોત નીપજ્યું હતું. આપને જણાવી દઈએ કે, બાબર કાદરી એક જાણીતું નામ હતું. તે ઘણીવાર ટીવી ચર્ચાઓમાં જોવા મળતા હતા. તેમણે ટ્વિટ દ્વારા પોતાના જીવને જોખમ હોવાની જાણ કરી હતી. આતંકીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.