Not Set/ ગરમ મસાલા-2નું શૂટીંગ શરૂ થશે, જ્હોન અબ્રાહમ-અક્ષય કુમાર ફરી ધમાલ મચાવવા તૈયાર

મુંબઇ, આશરે 14 વર્ષ અગાઉ રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગરમ મસાલા નો બીજા ભાગ બનાવવા માટેની તૈયારી હવે શરૂ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બીજા ભાગમાં પણ સાથે કામ કરવા માટે અક્ષય કુમાર અને જહોન અબ્રાહમ તૈયાર થઇ ગયા છે. નિર્દેશક પ્રિયદર્શનની ફિલ્મ ગરમ મસાલા સુપરહિટ સાબિત થઇ હતી. જેથી બંને ફરી નવી […]

Uncategorized

મુંબઇ,

આશરે 14 વર્ષ અગાઉ રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગરમ મસાલા નો બીજા ભાગ બનાવવા માટેની તૈયારી હવે શરૂ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બીજા ભાગમાં પણ સાથે કામ કરવા માટે અક્ષય કુમાર અને જહોન અબ્રાહમ તૈયાર થઇ ગયા છે. નિર્દેશક પ્રિયદર્શનની ફિલ્મ ગરમ મસાલા સુપરહિટ સાબિત થઇ હતી. જેથી બંને ફરી નવી ફિલ્મમાં સાથે કામ કરવા માટે તૈયાર છે.

ગરમ મસાલાની સિક્વલ પર  ટુંક સમયમાં જ કામ શરૂ કરવામાં આવનાર છે. પહેલા પણ આ ફિલ્મના બીજા ભાગને બનાવવા માટેની વાત કરવામાં આવી હતી પરંતુ કોઇ કારણસર વાત આગળ વધી ન હતી. હવે પ્રાથમિકતાના આધાર પર કામને આગળ વધારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને કલાકારો રસ ધરાવે છે જેથી પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવનાર છે.

ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ કરવા માટે તમામ મસાલા ઉમેરી દેવાના પ્રયાસો કરવામાં આવનાર છે. ગરમ મસાલા ફિલ્મના બીજા ભાગમાં અભિનેત્રી કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.જહોને કહ્યુ છે કે તે પોતે લોકોને હસાવીને લોટપોટ કરવા તૈયાર છે. ગરમ મસાલા કરતા સારી ફિલ્મ કોમેડી માટે હોઇ શકે નહી.

Image result for garam masala 2 akshay kumar john abraham

અક્ષય કુમાર પણ જ્હોન સાથે કામ કરવા ઉત્સુક છે.અક્કી હાલમાં હાઉસપુલ-4 ફિલ્મમાં કામ કરી રહ્યો છે. વર્ષ 2011 માં દેશી બોયઝ અને વર્ષ 2012 માં હાઉસફુલમાં બંને સાથે નજરે પડ્યા હતા.

એ પછી બંનેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાઇ પણ હતી. એક બાજુ અક્ષયની ગોલ્ડ  હાલમાં રજૂ કરવામાં આવી હતી. જ્યારે જહોનની સત્યમેવ જયતે ફિલ્મ રજૂ કરવામાં આવી  હતી.

Image result for garam masala 2 akshay kumar john abraham