Not Set/ શાહરૂખ ખાનની દીકરીએ શેર કર્યા સ્ટનિંગ ફોટોઝ, ચાહકોએ કરી આવી કોમેન્ટ

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન હંમેશાં કોઈનાં કોઈ કારણસર ચર્ચામાં છવાયેલી રહે છે. આ વખતે તેણીના કેટલાક આકર્ષક તસ્વીરોને લઈને તેણી ચર્ચાનો વિષય બની છે. સુહાનાએ ઇંસ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. સુહાનાના ચાહકોને તેનો આ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે. સુહાનાએ તેના કેટલાક ફોટા […]

Uncategorized

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન હંમેશાં કોઈનાં કોઈ કારણસર ચર્ચામાં છવાયેલી રહે છે. આ વખતે તેણીના કેટલાક આકર્ષક તસ્વીરોને લઈને તેણી ચર્ચાનો વિષય બની છે. સુહાનાએ ઇંસ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. સુહાનાના ચાહકોને તેનો આ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે.

સુહાનાએ તેના કેટલાક ફોટા લૂઇ વિતાન હેન્ડબેગ સાથે શેર કર્યા છે. તેણે પોલ્કા ડોટ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે, જેમાં ડીપ પિંક લિપસ્ટિક તેની સુંદરતામાં વધારો કરે છે. સુહાનાએ ફોટાઓ શેર કરતી વખતે લખ્યું – ‘અન્ડરવેર વિથ બેબી લૂઇ વિતાન બેગ’. ચાહકોએ તેની પ્રશંસા કરી અને લખ્યું- ‘Pretty Girl’. અન્ય યુઝર્સે પણ તેની પ્રશંસા કરી છે.

આ તસ્વીરો જોઈને કોઈને લાગે કે આ તેણીના પ્રમોશનલ ફોટા છે, પરંતુ એવું નથી. તેને બેગની એક્સેસરીનો સારા ઉપયોગમાં કર્યો છે. જ્યાં તેનો પહેલો ફોટો તેનો ફ્રંટ ઈમેજ છે, તો બીજા ફોટામાં તે અરીસામાં જોતી જોવા મળી રહી છે. અન્ય એક તસ્વીરમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે.

આ પહેલા પણ સુહાનાએ તેના કેટલાક ફોટા શેર કર્યા હતા. સુહાનાએ લાઇબ્રેરીમાં પુસ્તક વાંચતી વખતે ફોટા પડાવ્યા હતા. તેના ગ્લેમરસ લુકને જોઇને ચાહકોએ તેની પ્રશંસા કરી હતી. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું – ‘ઓરડામાં જાઓ, તમે જાણો છો કે જેમ્સ ડીનની જેમ મારી આંખોમાં ચમક આવી છે’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.