Not Set/ ગાંધીનગર/ બિન અનામત વર્ગ સાથે સરકારની બેઠક શરુ…

LRD ભરતી મુદ્દે સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલા પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગના આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલ બપોર પછી આ આંદોલન ધીમે ધીમે ઉગ્ર બનતું જાય છે. LDR મહિલા ઉમેદવારોની જેમ જ બિન અનંત વર્ગ પણ સરકાર સામે લડી લેવા મક્કમ છે. બિન અનામત વર્ગના આંદોલન મુદ્દે […]

Uncategorized

LRD ભરતી મુદ્દે સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલા પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગના આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલ બપોર પછી આ આંદોલન ધીમે ધીમે ઉગ્ર બનતું જાય છે. LDR મહિલા ઉમેદવારોની જેમ જ બિન અનંત વર્ગ પણ સરકાર સામે લડી લેવા મક્કમ છે.

બિન અનામત વર્ગના આંદોલન મુદ્દે સરકાર ઝુકી, સાંજે 4 વાગે આગેવાનોને સરકારે મળવા બોલાવ્યા

જેને પગલે  રાજ્ય સરકાર બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરવા તૈયાર થઈ છે અને સાંજે બેઠક નક્કી કરવામાં આવી હતી.  જેને પગલે દિનેશ બાંભણિયા, રાજ શેખાવત અને પૂર્વિન પટેલ સહિતના આગેવાનો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા છે. જ્યાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક ચાલી રહી છે.

ગૃહરાજ્ય મંત્રી અને ગૃહ વિભાગના સચિવ ઉપસ્થિત તથા રેન્જ IG તેમજ કે.કૈલાસનાથન પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.