વિવાદ/ લોકગાયિકા ગીતા રબારી રસી લીધા બાદ વિવાદમાં, જાણો શું છે કારણ

કોરોના મહામારીથી બચવા માટે આજે વેક્સિન સૌથી મોટો વિકલ્પ બનીને આપણી સમક્ષ છે.

Top Stories Ahmedabad Gujarat

કોરોના મહામારીથી બચવા માટે આજે વેક્સિન સૌથી મોટો વિકલ્પ બનીને આપણી સમક્ષ છે. પરંતુ શું તમે વિચારી શકો કે કે વેક્સિન લીધા બાદ કોઇ વિવાદમાં આવી શકે છે. જી હા, આપને જણાવી દઇએ કે, લોકગાયિકા ગીતા રબારી વેક્સિનને લીધા બાદ અચાનક વિવાદમાં આવી ગઇ છે.

ગેરવર્તણૂક / ગુસ્સામાં સ્ટમ્પ્સને લાત મારવી અને એમ્પાયર સાથે ખરાબ વર્તણૂક શાકિબ અલ હસનને ભારે પડ્યું

આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી હોવાનુ ધ્યાનમાં રાખતા ગીતા રબારીએ આજે વેક્સિન લીધી છે. તમે વિચારતા હશો કે જો તેમણે વેક્સિન લઇ લીધી છે તો વિવાદ શું હોઇ શકે? જી હા, વિવાદ વેક્સિનને પોતાના ઘરે લેવાથી શરૂ થયો છે. જણાવી દઇએ કે, ગીતા રબારી અને તેમના પતિ સહિત પરિવારજનોને ઘરે જઇને વેક્સિન આપવાની સુવિધા અપાતા લોકોમાં રોષ ફેલાયો છે. આજે વેક્સિન લેવા માટે લોકો કેન્દ્ર સુધી જાય છે ત્યા લાંબી લાઇનોમાં ઉભો રહે છે અને ત્યારે તેનો નંબર આવે છે. પરંતુ સેલિબ્રિટી હોવાના કારણે પોતાના ઘરે જ વેક્સિન લેવી તે કેટલુ યોગ્ય છે, આવા સુર પર ઉઠ્યા છે. આ વિવિદ એટલો વધ્યો કે, કચ્છ DDO ને ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગનાં કર્મચારીઓને નોટીસ આપવામાં આવી છે. ઘરે જઈને કોરોનાની વેક્સિન આપવવા મામલે આરોગ્ય કર્મી ચંદ્રિકાબેને ભૂલને સ્વીકારી હતી જ્યારે ગીતા રબારીનાં પતિએ ખુલાસો કરતા કહ્યું હતું કે અમે વેક્સિન સેન્ટર પર જઈને લીધી હતી પરતું ફોટો ઘરે પડાવ્યો હતો.

મોટો નિર્ણય / ઉત્તરપ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય તમાકુની પ્રોડકટ વેચનાર વેપારીઓએ લાઇસન્સ લેવુ ફરજિયાત

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલમાં રસીકરણનો કાર્યક્રમ જોરસોરથી ચાલી રહ્યો છે. 18 વર્ષથી 45 વર્ષનાં લોકોને રસી આપવામાં આવી રહી છે. જો કે વેક્સિનને લેતા પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે જેમા ઘણીવાર દૂરનાં સેન્ટર સુધી લોકોને જવુ પડે છે. ત્યારે આવી સ્થિતિમાં ગીતા રબારીને ઘરે જઇને વેક્સિન આપવામાં આવતા લોકો ખૂબ ગુસ્સે થયા છે. લોકોની ફરિયાદ છે કે અહી લોકોને સ્લોટ મળતા નથી અને અહી ઘરે જઇને વેક્સિન આપવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં ગુજરાતમાં કોરોનાનાં કેસમાં મોટો ઘટાડો નોંધાઇ રહ્યો છે.