- પ્રશાંત કિશોર બની શકે છે કૉંગ્રેસના રણનીતિકાર,
- આવતીકાલે કૉંગ્રેસ સત્તાવાર નિર્ણય લઈ શકે છે
- નરેશ પટેલને પણ કૉંગ્રેસમાં લાવવાની તૈયારી
- તૈયારીઓને હાઈકમાન્ડે આખરી ઓપ આપ્યો
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવાના છે. સમાચારોનું માનીએ તો તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારની કમાન સંભાળી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. તે જ સમયે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પીકે અને કોંગ્રેસ નેતૃત્વ ગુજરાતની ચૂંટણી સાથે અન્ય પાસાઓ પર વિચારણા કરી રહ્યા છે.
ગયા વર્ષે, પ્રશાંત કિશોર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા, ત્યારબાદ તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે પ્રશાંત કિશોરને કોંગ્રેસ પાર્ટીમાં મોટું પદ આપવામાં આવી શકે છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની હાલત કફોડી છે. પીકે પ્રાદેશિક પક્ષો સાથે મળીને 2024માં પીએમ મોદી વિરુદ્ધ ચક્રવ્યૂહ રચવામાં વ્યસ્ત છે.
તો બીજી બાજુ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ ને પણ કોંગ્રેસમાં સામેલ કરવા માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા ભરપુર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના અલગ અલગ નેતાઓ દ્વારા નરેશ પ્રમુખ સાથે મુલાકાત કરવામાં આવી છે તો. પત્ર લખીને પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે નરેશ પટેલ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પ્રશાંત કિશોરે આમ આદમી પાર્ટી વિશે ભવિષ્યવાણી કરી છે કે તેને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં 15 થી 20 વર્ષનો સમય લાગશે. તેમણે કહ્યું કે, ‘સિદ્ધાંતમાં કોઈપણ પક્ષ રાષ્ટ્રીય પક્ષ બની શકે છે, પરંતુ ઈતિહાસમાં જોશો તો ખબર પડે છે કે સમગ્ર ભારતમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ જ પહોંચી શક્યા છે. તેનો અર્થ એ નથી કે અન્ય કોઈ પક્ષ તે કરી શકે નહીં. પરંતુ આ માટે 15 થી 20 વર્ષ સુધી સતત સંઘર્ષ કરવો પડે છે. આવો બદલાવ રાતોરાત ન આવી શકે.
Russian President/ વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કોણ છે ? તેનો વિરોધ કેમ થઇ રહ્યો છે ?
Ukraine Crisis / ‘પતિને ગોળી મારી, બાળકની સામે સૈનિકોએ મહિલા પર કર્યો બળાત્કાર : રશિયન સૈનિકોની બર્બરતા