Surendranagar News/ સુરેન્દ્રનગરમાં EDના દરોડા બાદ મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાં EDની મોટી તપાસ કાર્યવાહી બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News
ED

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં EDની મોટા પાયે તપાસ કાર્યવાહી બાદ મોટો વિકાસ સામે આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલના સત્તાવાર બંગલા અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પાડવામાં આવેલા દરોડા બાદ ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે. તેમને આજે અમદાવાદની વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ગઈકાલે 23 ડિસેમ્બરના રોજ વહેલી સવારે EDની ટીમોએ સુરેન્દ્રનગર અને વઢવાણ વિસ્તારમાં એકસાથે અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સુરેન્દ્રનગરમાં EDની મોટી કાર્યવાહી

ED

આ કાર્યવાહીમાં જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલના બંગલા પર બે કલાકથી વધુ સમય સુધી તપાસ ચાલી હતી. તે જ સમયે વઢવાણના રાવલવાસ વિસ્તારમાં આવેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે પણ ઈડીની ટીમે દરોડો પાડ્યો હતો. આ ઉપરાંત વઢવાણ શહેરમાં અન્ય બે-ચાર જગ્યાઓ પર પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ તપાસ જમીન સંબંધિત અનિયમિતતાઓ અને બેનામી સંપત્તિઓના મામલે ચાલી રહી છે.

 લાંચરૂશ્વત વિરોધી ખાતાએ નોંધી ફરિયાદ

EDને શંકા છે કે અધિકારીઓની મિલીભગતથી જમીનના વ્યવહારોમાં ગેરરીતિઓ થઈ હોઈ શકે છે, જેના કારણે મોટા પાયે બેનામી મિલકતોનું નિર્માણ થયું હોઈ શકે છે. તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ્સ મળી આવ્યા હોવાનું કહેવાય છે, જેના આધારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે.

ED

આ કાર્યવાહીથી જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ હાલ સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે ચંદ્રસિંહ મોરી કલેક્ટર ઓફિસમાં જ નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે.EDની આ સિંક્રોનાઈઝ્ડ કાર્યવાહીએ સ્થાનિક વહીવટી તંત્રમાં ચકચાર મચાવી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચો: સુરેન્દ્રનગર  લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત

આ પણ વાંચો: LCB કચેરીના શૌચાલયમાં ચોરીના આરોપીની આત્મહત્યા