india news/ ભારતના ચીન સાથે સારા સંબંધો જરૂરી, પણ ચીન સવાર થઈ જાય તેવો પણ ડર

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો એકબાજુએ રીતસર દિનપ્રતિદિન પાટા પરથી વધુ નીચે ઉતરી રહ્યા છે. બીજી બાજુએ ભારત અને ચીન સંબંધો તેટલી જ ઝડપથી પાટા પર ચઢી રહ્યા છે.

Top Stories World Breaking News

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો એકબાજુએ રીતસર દિનપ્રતિદિન પાટા પરથી વધુ નીચે ઉતરી રહ્યા છે. બીજી બાજુએ ભારત અને ચીન સંબંધો તેટલી જ ઝડપથી પાટા પર ચઢી રહ્યા છે. પણ અહીં ભારત માટે ચિંતાજનક વાત એ છે કે ભારત સાથેના વેપારમાં ચીનનું પલડું ભારે છે. ભારત આ વધી રહેલા વેપાર નુકસાનને લઈને ચિંતિત છે. તેની સાથે ભારતને ચીનના બજારમાં પોતાનો માલ વેચવામાં પણ તકલીફ પડી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે વિશ્વની ઇકોનોમીને સ્થિર રાખવા માટે ભારત અને ચીને મળીને કામ કરવું પડશે. ભારત પારસ્પરિક સન્માન અને ફાયદાની સાથે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે. ભારત જો કે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને ચીનમાંથી થતી આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે ઘણી બધા પગલાં ઉઠાવી રહ્યું છે.

ભારત અને ચીન વચ્ચેના વેપારને લઈને કેટલાક સવાલ છે અને તેના કેટલાક જવાબ પણ અહીં આપવામાં આવ્યા છે. તેના દ્વારા બંને વચ્ચેના વ્યાપારિક સંબંધોને સમજવામાં મદદ મળશે. ભારતની નિકાસ ચીનમાં એપ્રિલથી જુલાઈ દરમિયાન લગભગ 20 ટકા વધતા લગભગ છ અબજ ડોલર જેટલી થઈ છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતે ચીનમાં 14.25 અબજ ડોલરની નિકાસ કરી હતી. તેની સામે ચીનમાંથી આયાત 113.5 અબજ ડોલર હતી. આમ વેપારખાધ 99 અબજ ડોલર હતી. આયાત અને નિકાસ વચ્ચેનું અંતર વેપાર નુકસાન કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે 2003-04માં ભારતનું ચીન સાથેના વેપારમાં નુકસાન 1.1 અબજ ડોલર હતું, જે હાલમાં 100 અબજ ડોલરને આંબી ગયું છે, જે લગભગ નવ લાખ કરોડ રૂપિયા થાય. આમ ગયા નાણાકીય વર્ષમાં ભારતનું ચીન સાથે કુલ સાથે વેપાર નુકસાન તેના કુલ નુકસાનના 35 ટકા હતું. ભારતનું કુલ વેપાર નુકસાન 283 અબજ ડોલર છે, તેમા ચીનનો સિંહફાળો છે. દેશની થિંક ટેન્ક જીટીઆરઆઈના જણાવ્યા મુજબ ચીન લગભગ દરેક આયાત પર હાવી છે.

જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવનું કહેવું છે કે ચીનનો દબદબો ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે. રાજકીય તનાવના સમયમાં ચીન ભારતનો સપ્લાય રોકીને ભારત પર દબાણ બનાવી શકે છે. ચીન જો દુર્લભ ખનીજોના મામલે અમેરિકાનું નાક દબાવીને ઝુકાવી શકતું હોય તો આવું તે ભારત સાથે પણ કરી શકે છે. આજથી બે દાયકા પહેલા ભારતના ચીન સાથેના કારોબારમાં ભારતની હિસ્સેદારે લગભગ 42.3 ટકા હતી, જે આજે માંડ 11.2 ટકા જ છે.

આને ધ્યાનમાં રાખીને સરકારે સ્થાનિક ઉત્પાદનને વેગ આપ્યો છે. તેથી જ 14થી વધુ સેક્ટરમાં ઉત્પાદન સાથે જોડાયેલી યોજના શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે ક્વોલિટી કંટ્રોલ પર પણ ધ્યાન આપ્યું છે. તેમા ક્વોલિટી કંટ્રોલ અને ટેસ્ટિંગ વૈશ્વિક સ્તરના કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભારતીય કંપનીઓને પણ સપ્લાય ચેઇન વૈવિધ્યસભર બનાવવા કહ્યું છે, જેથી અમેરિકા જેવી સ્થિતિનું નિર્માણ ક્યાંક ચીન સાથે થાય તો તેને વાંધો ન આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: World News/‘ભારત અને ચીન વચ્ચે મિત્રતા એ યોગ્ય પસંદગી’, ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે PM મોદી અને શી જિનપિંગ મળ્યા

આ પણ વાંચો: Chaina News/ચીનમાં આજથી SCO સમિટ શરૂ થશે, દુનિયાની નજર PM મોદી, જિનપિંગ અને પુતિનની મુલાકાત પર છે

આ પણ વાંચો: us news/યુએસ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને અરીસો બતાવ્યો, ટેરિફ ગેરકાયદેસર ગણાવ્યા;જાણો બધું