હરાજી/ છત્તીસગઢના એરપોર્ટ પર સ્થિત બાંગ્લાદેશી વિમાનની ઇ-હરાજી થશે

બાંગ્લાદેશના વિમાનની હરાજી કરવામાં આવશે

India

છેલ્લા છ વર્ષથી છત્તીસગઢમાં સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પાર્ક કરેલા બાંગ્લાદેશી વિમાનની ઇ-હરાજી માટેની તૈયારી ચાલી રહી છે. ભારતીય વિમાનમથક એાથોરિટીની સૂચના મળ્યા પછી રાયપુર એરપોર્ટ ઓથોરિટીએ આ સંદર્ભે કાનૂની સલાહકારો સાથે ચર્ચા કરી છે.આ સંદર્ભમાં બાંગ્લાદેશી કંપની યુનાઇટેડ એરવેઝને એક પત્ર પણ લખવામાં આવ્યો છે. ઓથોરિટી બાંગ્લાદેશી કંપનીના જવાબની રાહ જોઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશી કંપનીને પાર્કિંગ અને અન્ય ટેકનીકી ચાર્જ સ્વરૂપે 3 કરોડ મળી શકે છે.

સ્વામી વિવેકાનંદ એરપોર્ટના ડિરેક્ટર રાકેશ સહાયે જણાવ્યું હતું કે કાનૂની સલાહકારો સાથે ચર્ચા કર્યા બાદ તેમને ઇ-ઓક્શનની મંજૂરી મળી ગઈ છે. આ માહિતી બાંગ્લાદેશી એરલાઇન્સને પણ આપવામાં આવી છે. બાંગ્લાદેશી એરલાઇન્સ તરફથી કોઈ પ્રતિસાદ આવતાની સાથે જ ઇ-હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 7 ઓગસ્ટ ના રોજ, MD-83 વિમાન ઢાકા થી મસ્કત જતાે હતાે ત્યારે 175 મુસાફરો તેમાં સવાર હતા.વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાતા ઇમરજન્સીમાં તેમને રાયપુર ઉતર્યા હતા. વિમાનના મુસાફરોને આઠ ઓગસ્ટના રોજ અન્ય વિમાન દ્વારા મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બાંગ્લાદેશી ફ્લાઇટ રાયપુર એરપોર્ટ પર જ છે. વર્ષ 2019 માં, તેને તેના સ્થાનથી 300 મીટર દૂર ખસેડવામાં આવ્યું હતું. તે પછી બાંગ્લાદેશી ઉડ્ડયન અધિકારીઓએ પણ કહ્યું હતું કે આ ફ્લાઇટ વહેલી તકે અહીંથી લઈ જવામાં આવશે.