કલમ 370, બંધારણની જોગવાઈ, જે જમ્મુ-કાશ્મીરમાં અમલમાં હતી, તે આજથી ઇતિહાસનાં પાનામાં જ દેખા દેશે. હવે તે એક ઈતિહાસ બની ચુકી છે. હવે તે માત્ર સંદર્ભ, બંધારણીય ચર્ચા, રાજકીય રેલીઓ અને બૌદ્ધિક ચર્ચા સુધી મર્યાદિત રહ્યો છે.
ભારતના નકશામાં બે નવા કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉદય કાયમ માટે ઇતિહાસ રચશે
હવે થી જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ અને બંધારણ નહિ હોય
દેશની નરેન્દ્ર મોદી સરકારે 5 ઓગસ્ટે લીધેલ ઐતિહાસિક નિર્ણય આજ (31 ઓક્ટોબર) થી અમલમાં આવ્યો છે. દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજથી બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા છે. આ પ્રદેશ રાજ્યો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ છે. આ સાથે જ, આજથી ભારતનું મસ્તક કહેવાતા જમ્મુ કાશ્મીરમાં ન્યુ કાશ્મીરે દસ્તક દીધી છે. કલમ 37૦, બંધારણની જોગવાઈ, આજથી ઇતિહાસનાં પાનામાં જ જોવા મળશે.
જમ્મુ-કાશ્મીર પુનર્રચના કાયદાને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 9 ઓક્ટોબરના રોજ મંજૂરી આપી હતી. ગૃહ મંત્રાલયે એક સૂચનામાં કહ્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 દ્વારા અપાયેલી સત્તાઓને અનુલક્ષીને કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઘોષિત કરવા માટે 31 ઓક્ટોબર, 2019 ની તારીખ નક્કી કરી છે. જેમ કે ત્યાં પોંડીચેરીની જેમ વિધાનસભા હશે અને જયારે લદ્દાખમાં ચંદીગઢ જેવી વિધાનસભા વિના કેન્દ્રશાસિત પ્રદેશ હશે, એટલે કે અહીં વિધાનસભા નહીં બને.
આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રની રહેશે, એટલે કે, અહીંની પોલીસ ગૃહ મંત્રાલય હેઠળ રહેશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર રહેશે અને તેની એસેમ્બલીની મહત્તમ મર્યાદા 107 હશે, જે મર્યાદા બાદમાં વધારીને 114 કરી શકાય છે.
કલમ 370
31 ઓક્ટોબર 2019 થી જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબુદ બની છે. આ જોગવાઈથી જમ્મુ અને કાશ્મીરને પોતાનો કાયદો ઘડવાની મંજૂરી મળી, જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરની એસેમ્બલીને સુરક્ષા અને વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાય રાજ્યના વહીવટના તમામ નિર્ણયો લેવાનો અધિકાર હતો, પરંતુ કલમ 37૦ ને નાબુદ કરવામાં આવતા જમ્મુ -કશ્મીર રાજ્યના વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત થઈ ગયો છે, આ રાજ્યના વિશેષ અધિકાર પણ સમાપ્ત થઈ ગયા છે.
કલમ 35-એ સમાપ્ત
કલમ 370 ના અંત સાથે, 35-એનું અસ્તિત્વ પણ જાતે જ સમાપ્ત થઈ ગયું છે. 35-એ કલમ 370 નો ભાગ હતો. આ જોગવાઈથી જમ્મુ-કાશ્મીર રાજ્ય વિધાનસભાને ‘કાયમી રહેવાસીઓ’ ની વ્યાખ્યા આપવા અને તે નાગરિકોને વિશેષાધિકારો પૂરા પાડવાનો અધિકાર મળ્યો. તત્કાલીન રાષ્ટ્રપતિના આદેશથી જમ્મુ-કાશ્મીર સરકારની સંમતિથી ભારતીય બંધારણમાં આ જોગવાઈ ઉમેરવામાં આવી હતી. 14 મે 1954 ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ જોગવાઈના નાબૂદ પછી, જમ્મુ-કાશ્મીર ઉપરાંત અન્ય રાજ્યોના નાગરિકો પણ નિયમોનું પાલન કરીને ત્યાં જમીન અને મકાનો ખરીદી શકશે. આ સિવાય અન્ય રાજ્યોના લોકો અહીં નોકરી અને ધંધા કરી શકશે.
વિધાનસભાની મુદત, 6 વર્ષ નહીં હોય
અગાઉ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની મુદત 6 વર્ષ હતી, પરંતુ હવે જ્યારે પણ જમ્મુ-કાશ્મીરમાં નવી વિધાનસભાની રચના થશે, ત્યારે આ વિધાનસભાની મુદત 5 વર્ષ હશે.
દ્વિ નાગરિકત્વનો અંત
જમ્મુ-કાશ્મીરના લોકોની દ્વિ નાગરિકતા 31 ઓક્ટોબરથી સમાપ્ત થઈ ગઈ છે. પહેલા, ત્યાંના લોકોને જમ્મુ-કાશ્મીરનું નાગરિકત્વ મળ્યું હતું, તે ઉપરાંત તેઓ ભારતના નાગરિક પણ હતા, હવે તેઓ માત્ર ભારતીય નાગરિક છે. નાગરિકત્વ કાયદાની જોગવાઈ અનુસાર, જો જમ્મુ-કાશ્મીરની કોઈ મહિલાએ ભારતના બીજા રાજ્યની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોત, તો જમ્મુ-કાશ્મીરમાં મહિલાની નાગરિકતા સમાપ્ત થઈ હોત. આ સિવાય જો કોઈ કાશ્મીરી મહિલાએ પાકિસ્તાનની કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા તો તે વ્યક્તિને જમ્મુ-કાશ્મીરનું નાગરિકત્વ પણ મળી જતી હતી.
ઇતિહાસ બન્યો જમ્મુ કાશ્મીરનો ધ્વજ
કલમ 370 ના અંત પછી, જમ્મુ-કાશ્મીરમાં અલગ ધ્વજ રહેશે નહીં. પહેલાં જમ્મુ-કાશ્મીરની તમામ સરકારી ઇમારતો અને કચેરીઓ જમ્મુ-કાશ્મીર અને ભારતનો ધ્વજ એક સાથે લહેરાવતા હતા, પરંતુ હવે કાશ્મીરને અલગ ધ્વજ નહીં હોય. 5 ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 સમાપ્ત થયા પછી 25 ઓગસ્ટે શ્રીનગર સચિવાલયમાંથી જમ્મુ-કાશ્મીરનો ધ્વજ હટાવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
