Anand News: આણંદના (Anand) વિદ્યાનગરમાં (Vidyanagar) ગઈકાલે મોડી રત્રિની આસપાસ હરિ ૐ નગર સ્મશાન પાસે 2 જૂથ વચ્ચે અથડામણ (Group clash) થઈ હોવાનું જાણવા મળ્યું છે. એક જ કોમનાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પ્રેમ પ્રકરણને લઈ બબાલ થઈ હોવાની માહિતી સામે આવી છે. વિદ્યાનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો સંભાળ્યો હતો, ઈજાગ્રસ્તને સારવાર હેતુ હોસ્પિટલ ખસેડાયો છે.

આણંદ જીલ્લાના વિદ્યાનગર શહેરમાં મોડી રાત્રે હરિ ૐ નગર સ્મશાન પાસે તંગદિલીભર્યુ વાતાવરણ સર્જાયુ હતું. મળતી માહિતી પ્રમાણે માછી અને ભરવાડ સમાજના 2 જૂથો વચ્ચે યુવતીના પ્રેમ પ્રકરણને લઈ બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો, વાહનોને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં અથડામણથી 2 થી 3 લોકો ઘાયલ થયા છે.
તંગદિલી સર્જાતા વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. વિદ્યાનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો સંભાળી લીધો છે. પથ્થરમારા બાદ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. પોલીસે ગાડીમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

થોડા સમય અગાઉ અમદાવાદના વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં એક પોલીસ ઈન્સપેક્ટર સહિત 14 લોકો સામે હત્યા અને રાયોટિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. મંદિરના જીર્ણોદ્વારમાં પત્રિકામાં નામ છપાવવાને લઈ વિવાદ ઝઘડામાં પરિણમ્યો હતો. જેમાં 1 વૃદ્ધ મહિલાનું મોત નિપજતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી ખોડાભાઈ ખેતાભાઈ ભરવાડની ધરપકડ કરાઈ હતી. હત્યા અને રાયોટિંગ કેસમાં PI ગોવિંદ ભરવાડનું નામ ખુલ્યું હતું.
આ પણ વાંચો:વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં 1ની ધરપકડ, અન્ય આરોપીઓ ફરાર
આ પણ વાંચો:ખેડા: ગળતેશ્વરના પડાલ ગામે રમજાન માસની નમાજ અદા કરવા મામલે થઈ જૂથ અથડામણ
આ પણ વાંચો:દહેગામ ખાતે ડાયરામાં બબાલ થતાં જૂથ અથડામણ
