Xiaomi નાં ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, Xiaomi ટૂંક સમયમાં જ પોતાનો નવો સ્માર્ટફોન Redmi Note 10 બજારમાં રજૂ કરવા જઈ રહી છે. Xiaomi નાં ટીઝરે આ વાતનો ખુલાસો કર્યો છે. આ સાથે Xiaomi, Mi CC9 Pro નું ટીઝર પણ રિલીઝ કરી રહી છે. આ બંને ટીઝરને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે Xiaomi, Mi CC9 Pro Redmi Note 10 નાં નામે રજૂ કરશે. જણાવી દઇએ કે તેને સૌથી પહેલા પોલેન્ડમાં લોન્ચ કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, Xiaomi, Mi CC9 સીરીઝનો હેન્ડસેટ વૈશ્વિક બજારમાં અલગ નામ સાથે રજૂ કરી ચુકી છે. એવું માનવામાં આવે છે કે સર્ટિફિકેશન સાઇટ પર સૂચિબદ્ધ M1910f4e મોડલ નંબરવાળા Xiaomi સ્માર્ટફોન ખરેખર મી સીસી 9 પ્રો અને એમઆઇ નોટ 10 જ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 5 નવેમ્બરે ચીનમાં એક ઇવેન્ટ છે અને આ દરમિયાન કંપની Mi CC9 Pro લોન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં 108-મેગાપિક્સલનો પ્રાઇમરી રીઅર કેમેરો હશે. આ ફોનમાં પાંચ રીઅર કેમેરા પણ આપવામાં આવશે. સ્વાભાવિક છે કે, કંપની આ સ્માર્ટફોનને Mi Note 10 નાં નામે નવેમ્બરનાં રોજ પોલેન્ડમાં લોન્ચ કરશે.
આ સાથે, Xiaomi 5 નવેમ્બરનાં રોજ નવી સ્માર્ટ વોચ પણ લોન્ચ કરવાની છે. Xiaomi Mi Smart Watch ને સેલ્યુલર વર્ઝનમાં પણ લોન્ચ કરવામાં આવશે, જેથી કોલિંગ કરી શકાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં વાઇફાઇ કનેક્ટિવિટી પણ હશે અને તેનાથી સ્વતંત્ર રીતે ઇન્ટરનેટ ચલાવી શકાશે. અત્યારે તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેમાં ઇ-સિમનો વિકલ્પ આપવામાં આવશે કે ફિઝિકલ સિમ સ્લોટ તેમા આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
