Not Set/ ગાંધીનગરઃ આપના 20 કાર્યકર્તાઓની અટકાયત, નલિયા અને સાણંદ મુદ્દે આપનો વિરોધ

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટી દ્વારા સાણંદમાં ખેડૂતો પર થયેલા અત્યાચારને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાનનો ઘેરાવો કરવા પહોચ્યા હતા ત્યારે આપના 20 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ સુરત ખાતે આપના કાર્યકર્તાઓએ નલિયા કાંડ મુદ્દે બીજેપી કાર્યાલય પર વિરોધ નોધાવ્યો હતો. આપના રાષ્ટ્રીય નેતા આશિષ ખેતાન અને આપના પ્રદેશ […]

Uncategorized

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટી દ્વારા સાણંદમાં ખેડૂતો પર થયેલા અત્યાચારને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાનનો ઘેરાવો કરવા પહોચ્યા હતા ત્યારે આપના 20 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ સુરત ખાતે આપના કાર્યકર્તાઓએ નલિયા કાંડ મુદ્દે બીજેપી કાર્યાલય પર વિરોધ નોધાવ્યો હતો. આપના રાષ્ટ્રીય નેતા આશિષ ખેતાન અને આપના પ્રદેશ પ્રમુખ કનુ કલ્સરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

નળકાંઠાના ગામોમાં નર્મદાનું પાણી રાજ્ય સરકાર દ્વારા નહી આપવામાં આવતા ખેડૂતો દ્વારા તેના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યાર બાદ ખેડૂતો દ્વારા જ્યારે તેન રજૂઆત કરવા માટે ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસે લાંઠીચાર્જ કરીને તેમને અટકાવમાં આવ્યા હતા. ખેડૂતો પર ટીયરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. જેથી સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો.

નળકાંઠાના ગામોમાં નર્મદા કે ફતેહવાડીની કેનાલનું પાણી આપવામાં આવે તો સારી જાતના ગુલાબ, જામફળ, ઘઉં, શેરડી પાકી શકે તેમ છે. તેમ છતાં સરકાર દ્વારા આજ સુધી 25 જેટલાં ગામોમાં સિંચાઈની સુવિધા આપતી ન હોવાથી ખેડૂતોનો સ્વયંભૂ રોષ ભભૂકી ઉઠયો છે. અહીંથી કચ્છ અને સૌરાષ્ટ્ર તરફી કેનાલમાં પાણી જતું જોઈને ખેડૂતો પોતાને અન્યાય થતો જોઈ રહ્યાં હોવાથી આંદોલનના માર્ગે ચાલ્યા છે.