Narmada News/ સાગબારા જંગલ જમીન મુદ્દે ધરણાનો 8મો દિવસ, મનસુખ વસાવાની મોટી જાહેરાત- ‘મુદ્દો હલ થાય તો રાજીનામું આપીશ’

સાગબારા (Sagbara)જંગલ જમીન મુદ્દે આદિવાસીઓના ધરણાનો આઠમા દિવસે પણ યથાવત. મનસુખ વસાવાએ મુદ્દો હલ થાય તો રાજીનામું આપવાની તૈયારી દર્શાવી અને સાથે જ તમામ આદિવાસી નેતાઓને સાથે આવવા કરી હાકલ.

Gujarat Others Breaking News
Sagbara

Narmada News: નર્મદા જિલ્લાના સાગબારા (Sagbara)ખાતે જંગલ જમીનના મુદ્દે આદિવાસીઓનું ધરણું આઠમા દિવસે પણ યથાવત્ છે. આદિવાસીઓના આંદોલનને પગલે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે કડક વલણ અપનાવતા કહ્યું છે કે જો આદિવાસીઓનો જંગલ જમીનનો પ્રશ્ન હલ થાય તો તેઓ રાજીનામું આપવા માટે પણ તૈયાર છે.

Sagbara જંગલ જમીન મુદ્દે આદિવાસીઓનું ધરણું

સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના હક્ક સહિતના મુદ્દાઓને લઈને (Adivasi) આદિવાસીઓ દ્વારા શરૂ કરાયેલું ધરણું સતત આઠમા દિવસે પણ ચાલુ રહ્યું છે. આંદોલનકારીઓ દ્વારા પોતાની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. ધરણાને કારણે સ્થાનિક સ્તરે આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરો પણ આંદોલનને સમર્થન આપી રહ્યા છે.

મનસુખ વસાવાએ અપનાવ્યું કડક વલણ

આ સમગ્ર મામલે (Mansukh Vasava)સાંસદ મનસુખ વસાવાએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આદિવાસીઓના હિત સાથે જોડાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવું જરૂરી છે. વસાવાએ જણાવ્યું કે જો સાગબારા જંગલ જમીનનો મુદ્દો ઉકેલવામાં આવે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે પણ તૈયાર છે. તેમના આ નિવેદનથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે.

મનસુખ વસાવાએ કોંગ્રેસના નેતાઓ અનંત પટેલ (Anant Patel)અને તુષાર ચૌધરી (Tushar Chaudhary)સહિત તમામ આદિવાસી નેતાઓને આ મુદ્દે સાથે આવવા માટે હાકલ કરી છે. તેમણે કહ્યું કે આ પ્રશ્ન કોઈ એક પક્ષ કે નેતાનો નહીં પરંતુ આદિવાસી સમાજના હિત સાથે જોડાયેલો મુદ્દો છે. આથી તમામ આદિવાસી નેતાઓએ રાજકીય મતભેદો ભૂલીને એકસાથે આવીને આ પ્રશ્નના ઉકેલ માટે પ્રયાસ કરવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે.

ખોટા આદિવાસી પ્રમાણપત્રનો મુદ્દો ઉઠાવવાની ચીમકી

વસાવાએ આદિવાસી પ્રમાણપત્રને લઈને પણ ગંભીર મુદ્દો ઉઠાવવાની ચીમકી આપી છે. ખોટા આદિવાસી પ્રમાણપત્રના આધારે લાભ મેળવનારા લોકો સામે કાર્યવાહીનો મુદ્દો પણ આગામી સમયમાં ઉઠાવવામાં આવશે તેવા સંકેત તેમણે આપ્યા છે. હાલ સાગબારા ખાતે ચાલી રહેલા ધરણાને કારણે તંત્ર પર પણ આ મુદ્દાનો ઉકેલ લાવવાનું દબાણ વધી રહ્યું છે. આદિવાસી આગેવાનોની માંગણીઓ અને સરકારની આગામી કાર્યવાહી પર સૌની નજર છે.


આ પણ વાંચો: આઠ દિવસથી ધરણા યથાવત! સાગબારાના ખેડૂતો માટે મનસુખ વસાવાનું મોટું નિવેદન

આ પણ વાંચો: સાગબારામાં જંગલ જમીનના હક્ક માટે 300થી વધુ ખેડૂતોના ધરણાં, મનસુખ વસાવાની CM સાથે મુલાકાત

આ પણ વાંચો: ચૈતર વસાવાના કેસ પર મનસુખ વસાવાનો સવાલ, ‘જ્યારે જરૂર હતી ત્યારે AAP ક્યાં હતી?’