Narmada News/ આઠ દિવસથી ધરણા યથાવત! સાગબારાના ખેડૂતો માટે મનસુખ વસાવાનું મોટું નિવેદન

Narmada Tribal Farmers Protest: નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના અધિકાર માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન આઠમા દિવસે પણ યથાવત છે. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને ન્યાય મળે તો રાજીનામું આપવા તૈયાર હોવાનું જણાવ્યું.

Gujarat Top Stories Others
Narmada Tribal Farmers Protest: મનસુખ વસાવા રાજીનામા માટે તૈયાર

Narmada News: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણના હકને લઈને આદિવાસી ખેડૂતોનું આંદોલન સતત (Narmada Tribal Farmers Protest) આઠમા દિવસે પણ યથાવત રહ્યું છે. સાગબારાના 12 ગામોના આદિવાસી ખેડૂતો અને મહિલાઓ પોતાના જમીન અધિકારની માંગ સાથે અહિંસક ધરણા પર બેઠા છે. અવિરત વરસાદ વચ્ચે પણ આંદોલનકારીઓ ધરણા ચાલુ રાખતા સમગ્ર મુદ્દાએ રાજકીય ગરમાવો પકડી લીધો છે.

Narmada Tribal Farmers Protest: લીલાબેન વસાવા અન્નત્યાગ પર બેઠા

જંગલ જમીનના હક માટે ચાલી રહેલા (Tribal Land Rights) આંદોલનમાં અગ્રણી લીલાબેન વસાવા અન્નત્યાગ કરીને ખેડૂતોના સમર્થનમાં બેઠા હોવાની માહિતી સામે આવી છે. ખેડૂતો વર્ષોથી પેન્ડિંગ રહેલા વન અધિકારના દાવાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, વર્ષોથી તેઓ જે જમીન પર ખેતી કરતા આવ્યા છે, તે જમીનને લઈને તેમના વન અધિકારના દાવાઓનો યોગ્ય અને ઝડપી નિકાલ કરવામાં આવે તેમજ તેમને ખેતી કરવાનો હક આપવામાં આવે.

“મારા રાજીનામાથી પ્રશ્ન ઉકેલાય તો હું તૈયાર છું”

ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે આક્રમક ( Mansukh Vasava Resignation) વલણ અપનાવ્યું છે. તેમણે વન વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, જો તેમના રાજીનામાથી સાગબારાના આદિવાસી ખેડૂતોને ન્યાય મળતો હોય અને જમીનનો પ્રશ્ન કાયમી રીતે ઉકેલાઈ જતો હોય તો તેઓ રાજીનામું આપવા માટે પણ તૈયાર છે. તેમના આ નિવેદન બાદ સાગબારાના જંગલ જમીન મુદ્દે રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.

અનંત પટેલ અને તુષાર ચૌધરીને સાથે આવવાની હાકલ; સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજના વિવિધ રાજકીય નેતાઓને એકજૂથ થઈને ખેડૂતોના મુદ્દે આગળ આવવાની હાકલ કરી છે. તેમણે કોંગ્રેસના નેતા અનંત પટેલ અને તુષાર ચૌધરીને પણ આ મુદ્દે સાથે આવવા અપીલ કરી હોવાનું જણાવાયું છે. આ સાથે તેમણે ખોટા આદિવાસી પ્રમાણપત્રના મુદ્દાને પણ ઉઠાવવાની ચીમકી આપી હોવાનું સામે આવ્યું છે.

ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પણ મેદાને

સાગબારાના (Sagbara) ખેડૂતોના આંદોલનને વિવિધ રાજકીય પક્ષોના સ્થાનિક નેતાઓનું પણ સમર્થન મળી રહ્યું છે. ભાજપના સ્થાનિક આગેવાનો ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે.જંગલ જમીનના અધિકારનો પ્રશ્ન હવે માત્ર ખેડૂતોના ધરણા પૂરતો સીમિત ન રહેતા નર્મદા જિલ્લાના રાજકારણમાં પણ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.

ખેડૂતોની મુખ્ય માંગ શું છે?

ખેડૂતોની મુખ્ય માંગ છે કે વર્ષોથી પેન્ડિંગ રહેલા વન અધિકારના દાવાઓનું ત્વરિત અને કાયમી નિરાકરણ કરવામાં આવે. સાથે જ, જે જમીન પર આદિવાસી પરિવારો વર્ષોથી ખેતી કરતા આવ્યા છે, તે જમીન પર તેમને કાયદેસર રીતે ખેતી કરવાનો અધિકાર આપવામાં આવે. આંદોલનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગ અંગે યોગ્ય અને સ્પષ્ટ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.


આ પણ વાંચો: નર્મદામાં આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં 5મા દિવસે ધરણાં યથાવત

આ પણ વાંચો: નર્મદાના સાગબારામાં જંગલ જમીન મુદ્દે ચોથા દિવસે પણ ધરણાં, ધારાસભ્યએ આપ્યું આશ્વાસન

આ પણ વાંચો: સાગબારામાં જંગલ જમીનના હક્ક માટે 300થી વધુ ખેડૂતોના ધરણાં, મનસુખ વસાવાની CM સાથે મુલાકાત