Narmada News/ નર્મદામાં આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં 5મા દિવસે ધરણાં યથાવત

Narmada Tribal Farmers Protest: નર્મદાના સાગબારામાં 12 ગામના આદિવાસી ખેડૂતો જંગલ જમીનના હક માટે પાંચમા દિવસે પણ ધરણાં પર છે. વરસાદ વચ્ચે આંદોલન યથાવત, ધારાસભ્યનું સમર્થન અને સાંસદ જોડાય તેવી શક્યતા.

Gujarat Top Stories Others
Narmada Tribal Farmers Protest: 12 ગામના ખેડૂતોનું 5મા દિવસે પણ ધરણાં

Narmada News: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના હકનો મુદ્દો ફરી(Narmada Tribal Farmers Protest) ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાલુકાના ખોપી, હલ ગામ, પાડી સહિત આશરે 12 ગામોના આદિવાસી ખેડૂતો દ્વારા જંગલ જમીનના હક માટે છેલ્લા કેટલાક દિવસોથી ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તા.12 ઓગસ્ટે આ આંદોલન પાંચમા દિવસે પણ યથાવત રહ્યું છે.

Narmada Tribal Farmers Protest: વરસાદ વચ્ચે પણ ધરણાં ચાલુ

સાગબારા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે પણ ખેડૂતો અને આદિવાસી આગેવાનો (Sagbara Protest) ધરણાં સ્થળેથી હટ્યા નથી. જંગલ જમીન પર ખેતી કરવાનો હક અને પોતાના હક્કોની માંગ (Forest Land Rights Gujarat) સાથે તેઓ અહિંસક રીતે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગ અંગે યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવામાં આવશે.

Narmada Tribal Farmers Protest: 12 ગામના ખેડૂતોનું 5મા દિવસે પણ ધરણાં
Narmada Tribal Farmers Protest: જંગલ જમીન પર ખેતી કરવાનો હક અને પોતાના હક્કોની માંગ

એક મહિનાથી મુદ્દે સંઘર્ષ

મહિલા આગેવાન અને સામાજિક કાર્યકર લીલાબેન વસાવાની આગેવાની હેઠળ સાગબારા તાલુકાના ખેડૂતો છેલ્લા એક મહિનાથી જંગલ જમીનના મુદ્દે સંઘર્ષ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. સમય જતાં આ મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ વિસ્તરી રહ્યું છે અને હવે 12 જેટલા ગામોના ખેડૂતો તેમાં જોડાયા છે.

ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું સમર્થન

Narmada Tribal Farmers Protest: 12 ગામના ખેડૂતોનું 5મા દિવસે પણ ધરણાં
Narmada Tribal Farmers Protest: ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પણ ખેડૂતોને સમર્થન

તા.11 ઓગસ્ટે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પણ ખેડૂતોના ધરણાં સ્થળે પહોંચ્યા હતા. તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને જંગલ જમીનના મુદ્દે ચાલી રહેલા આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું.ધારાસભ્યના ધરણાંમાં જોડાવાથી આ મુદ્દાને રાજકીય સમર્થન પણ મળ્યું છે.

Narmada Tribal Farmers Protest: 12 ગામના ખેડૂતોનું 5મા દિવસે પણ ધરણાં
Narmada Tribal Farmers Protest: 12 ગામના ખેડૂતોનું 5મા દિવસે પણ ધરણાં

સાંસદ મનસુખ વસાવા પણ જોડાય તેવી શક્યતા

દરમિયાન દિલ્હી ખાતે સંસદસત્ર પૂર્ણ થયા બાદ સાંસદ મનસુખ વસાવા પણ ખેડૂતોના ધરણાંમાં જોડાશે તેવી માહિતી સામે આવી છે. જો સાંસદ પણ આંદોલન સ્થળે પહોંચશે તો જંગલ જમીનનો મુદ્દો વધુ મહત્વનો બની શકે છે.

હાલ આદિવાસી ખેડૂતો સરકારના (Adivasi Farmers Protest) પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ જંગલ જમીન પર ખેતી કરવાનો હક અને જમીન અંગેના તેમના હક્કોને માન્યતા આપવાની છે.વરસાદ વચ્ચે પણ આંદોલન ચાલુ રાખીને ખેડૂતો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે તેઓ પોતાની માંગ અંગે અંત સુધી લડત ચાલુ રાખવા માટે તૈયાર છે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો: નર્મદાના સાગબારામાં જંગલ જમીન મુદ્દે ચોથા દિવસે પણ ધરણાં, ધારાસભ્યએ આપ્યું આશ્વાસન

આ પણ વાંચો: સાગબારામાં જંગલ જમીનના હક્ક માટે 300થી વધુ ખેડૂતોના ધરણાં, મનસુખ વસાવાની CM સાથે મુલાકાત

આ પણ વાંચો: સાગબારામાં જંગલ જમીન વિવાદ ઉગ્ર, મોટી સંખ્યામાં આદિવાસીઓ એકત્ર