Gandhinagar News: ઓક્ટોબર 2023 માં ટેકનિકલ શિક્ષણ (Technical Education)ની કચેરી દ્વારા વિવિધ શાખાઓમાં સહાયક પ્રાધ્યાપક (Assistant Professor) (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (Associate Professor) (વર્ગ-1)માં બઢતી માટે અરજી મંગાવવામાં આવેલ હતી. 22/4/2025 નાં રોજ વિવિધ વિદ્યાશાખાઓમાં સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) માં બઢતી માટે પ્રક્રિયા પૂર્ણ કરી 159 જેટલા એસોસિએટ પ્રોફેસરોને વર્ગ-1માં બઢતી માટે ના જરૂરી આદેશ કરવામાં આવેલ છે.

આ સાથે સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજો (Engineering College)ના વર્ગ-1ના 70 એસોસિએટ પ્રોફેસરની બદલી તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

સરકારી ઇજનેરી કોલેજ ના અધ્યાપકોનાં મંડળનાં હોદેદારોનાં જણાવ્યા અનુસાર ક્લાસ 2 માંથી ક્લાસ 1 માં બઢતી 13 વર્ષ અગાઉ 66 અધ્યાપકોની આવેલ હતી.

13 વર્ષ પછી શિક્ષણ વિભાગ દ્વારા 159 અધ્યાપકોને ક્લાસ 2 માંથી ક્લાસ 1માં ઐતિહાસિક બઢતી આપવાનાં કારણે તમામ અધ્યાપકોમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ હતી.

તેમજ અઘ્યાપક મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી, શિક્ષણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનર સહિત તમામ અધિકારીઓ તેમજ સભ્યોનો આભાર માનેલ છે.

આ પણ વાંચો:ગુજરાત પોલીસમાં ફરજરત વધુ 261 ASIને PSI તરીકે બઢતી
આ પણ વાંચો:રેલવે કર્મચારી બઢતીમાં પારદર્શિતા માટે મોટો નિર્ણય, ગેરરીતિઓ પર લગામ કસાશે
