Ahmedabad News/ કાલુપુર સ્ટેશન પર દિવાળીની ભીડ બેકાબૂ? મુસાફરોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી

દિવાળીના તહેવારોમાં કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur Railway Station) પર મુસાફરોનો ભારે ધસારો છે. કન્ફર્મ ટિકિટ માટે બે દિવસની રાહ અને તત્કાલ કાઉન્ટર પર લાંબી કતારોથી મુસાફરો પરેશાન.

Ahmedabad Top Stories Gujarat Breaking News
Kalupur Railway Station: કન્ફર્મ ટિકિટ માટે મુસાફરોની દોડધામ

Ahmedabad News: દિવાળીના તહેવારોમાં પોતાના વતન જઈ પરિવાર સાથે ઉજવણી કરવા માગતા મુસાફરો માટે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur Railway Station) હાલ મુશ્કેલીનું કેન્દ્ર બન્યું છે. સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. નિયમિત ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ન મળતાં અનેક મુસાફરો પરેશાન છે, જ્યારે તત્કાલ ટિકિટ મેળવવા માટે વહેલી સવારથી જ કાઉન્ટરો બહાર લાંબી કતારો લાગી રહી છે.

Kalupur Railway Station: કન્ફર્મ ટિકિટ માટે બે-બે દિવસની રાહ

તહેવારોને કારણે ટ્રેનોમાં મુસાફરોનો ધસારો (Diwali Train Rush) વધ્યો છે. ઘણા મુસાફરોને રિઝર્વેશનની ટિકિટ મળતી ન હોવાથી વતન જવા માટે મુશ્કેલી પડી રહી છે. કન્ફર્મ ટિકિટ મેળવવા કેટલાક મુસાફરોને બે-બે દિવસ સુધી રાહ જોવી પડી રહી હોવાની સ્થિતિ સામે આવી છે.

Kalupur Railway Station: કન્ફર્મ ટિકિટ માટે મુસાફરોની દોડધામ
Kalupur Railway Station: કન્ફર્મ ટિકિટ માટે મુસાફરોની દોડધામ

તત્કાલ ટિકિટ મેળવવા માટે વહેલી સવારથી જ મુસાફરો સ્ટેશન પર પહોંચી જાય છે. કાઉન્ટરોની બહાર લાંબી કતારોને કારણે ટિકિટ મેળવવામાં (Railway Ticket Queue) સમય લાગી રહ્યો છે. આ ભીડમાં વડીલો, મહિલાઓ અને બાળકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભીડ વચ્ચે સુરક્ષા અને વ્યવસ્થા સામે સવાલો

સ્ટેશન પર વધતી ભીડને પગલે મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતા સુરક્ષા કર્મચારીઓ અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માગ ઊઠી રહી છે.

દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ટ્રેનોમાં (Diwali Special Trains) મુસાફરોની સંખ્યા વધે છે. તેમ છતાં આ વખતે વધારાની ટ્રેનો અને મુસાફરોની સુવિધા માટેના આયોજન અંગે સવાલો ઊભા થયા છે. મુસાફરોની માગ છે કે રેલવે તંત્રએ વધારાની ટ્રેનો દોડાવીને ભીડ ઘટાડવા માટે જરૂરી પગલાં ભરવાં જોઈએ. સમયસર વ્યવસ્થા નહીં થાય તો તહેવારો દરમિયાન મુસાફરોની મુશ્કેલી વધી શકે છે.


આ પણ વાંચો: એરપોર્ટ જેવી સુવિધા, 15 હજાર મુસાફરોની ક્ષમતા! ઉધના સ્ટેશન પર તૈયાર થયું મેગા હોલ્ડિંગ સેન્ટર

આ પણ વાંચો: હરિદ્વાર માટેની 3 ટ્રેનોને મંજૂરી છતાં શરૂ ન થઈ, ત્રણ મહિનાથી મુસાફરો રાહમાં

આ પણ વાંચો: દિવાળી-છઠ પર વતન જવાની મુશ્કેલી: કન્ફર્મ ટિકિટ છતાં નવસારીના મુસાફરો પરેશાન