Vadodara News : મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ તૂટી પડવાના બનાવમાં 17 લોકોના મોત નીપજ્યા છે. આ બનાવના 36 કલાક બાદ R&Bના 4 એન્જિનિયર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ સાથે જ એક ટ્રક નીચે એક ફોર-વ્હીલર પણ દબાઈ હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 17 લોકોનાં મોત થયાં છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા.
દુર્ઘટનાને 33 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ ગુમ 3 લોકો ના મળતાં તેમનાં પરિવારજનોની હિંમત ખૂટી ગઈ છે. તેમણે નિસાસો નાખતાં કહ્યું હતું કે ‘ફાસ્ટ કામગીરી તો અમદાવાદમાં ચાલી હતી, રૂપાણીસાહેબ હતા ને! અહીં તો ગોકળગતિએ કામગીરી ચાલે છે’. આ સાથે જ આર્મી અને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવે એવી તેમણે કલેક્ટરને રજૂઆત કરી હતી. હાલ તો ગુમ થનારા લોકોનાં પરિવારજનો નદી કિનારે બેસીને પોતાનાં સ્વજનના કોઈ સમાચારની રાહ જોઈ રહ્યા છે.
અંધારૂ થતાંની સાથે જ વડોદરા ફાયર વિભાગ દ્વારા 21 ફૂટ સુધી જમીનથી ઉપર જઈ પ્રકાશ આપે તેવી ફ્લડ લાઈટનો ઉપયોગ કરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી.વડોદરાના મહીસાગર નદીના કિનારે માહી રિસોર્ટમાં રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલા કર્મચારીઓને રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સુધી રેસ્ક્યૂ ચાલશે ત્યાં સુધી રહી શકશે.ડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું.
મુખ્યમંત્રીએ નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ એન.એમ. નાયકાવાલા (કાર્યપાલક ઇજનેર), યુ.સી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), આર.ટી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર) અને જે.વી.શાહ (મદદનીશ ઇજનેર)ને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.
આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે.નદીમાં ખાબકેલા ટ્રકને હટાવતા તેની નીચે કાર હોવાની આશંકાએ NDRF અને ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.ફાયર, NDRF, SDRF સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. નદીમાં ખાબકેલા ટ્રકને હટાવતા ડેડબોડી મળી આવી હતી. ટ્રક બ્રિજના પોલ પાસે આવતા જ ખાડામાં મૃતદેહ ડૂબી ગયો હતો. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યારસુધીમાં 17 લોકોના મોત થયા છે.નદીમાં હાલ ફાયર, NDRF, SDRF સહિતની ટીમો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
જ્યારે 10થી વધુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને ગંભીરાને જોડતા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં બાદ આજે સતત બીજા દિવસ સુધી તંત્ર ખડેપગે રહી બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે, ત્યારે ઇજાગ્રસ્તોને મળવા માટે ગુજરાત રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજય દ્વિવેદી આજે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. પ્રિન્સિપલ સેક્રેટરીએ હોસ્પિટલમાં દાખલ ચાર ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમની સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે તબીબો સાથે પણ ચર્ચા કરી હતી અને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.આ મુલાકાત દરમિયાન, પ્રિન્સિપલ સેક્રેટરીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોની પડખે ઊભી છે.
તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર ઇજાગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડશે અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. આ ઉપરાંત, ઇજાગ્રસ્તોને મેજર ઇજા સિવાય શરીરના કોઈ ભાગમાં સંવેદના ગુમાવી હોય તે અંગેની ખાસ તપાસ કરવા માટે મેડિકલ સ્ટાફને સૂચનો આપ્યા હતા.અત્રે નોંધનીય છે કે, દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોમાંથી નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ગણપતસિંગ કાનસિંગ રાજપુત, રાજુ દુદાભાઇ હાથિયા અને દિલીપભાઈ રાયસંગ પઢિયાર સારવાર હેઠળ છે. જ્યારે સોનલબેન રમેશભાઈ પઢિયાર કે જેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થતા પરિવાર સાથે પરત ફર્યા છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાનગી કન્સલ્ટન્ટ અને પાલિકાના અધિકારીઓ દ્વારા કરાયેલા સંયુક્ત સર્વેમાં વડોદરા શહેરમાં આવેલા 43માંથી 41 બ્રિજ સહી સલામત સ્થિતિમાં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જ્યારે બે બ્રિજ જર્જરિત જાણ થતાં તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે વડોદરા શહેરમાં આવેલા 43 બ્રિજોનું ખાનગી કન્સલ્ટન્ટ અને પાલિકાના અધિકારીઓના સંયુક્ત સર્વે કરાયો હતો જેમાં 42 બ્રિજો સલામત હોવાનું સામે આવ્યું છે, જ્યારે કમાટીબાગ ખાતેનો ફુટ બ્રિજ અને જાંબુવાનો જુનો બ્રિજ સલામતી ખાતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે બાબતની માહિતી વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી આપી હતી.
નદીમાં પડેલા ટ્રકને હટાવ્યા બાદ ઉપરના ટેન્કરને હટાવવાની કામગીરી થઈ શકે છે. ગંભીરા બ્રિજ પર જેસીબી, ક્રેન સહિત ફાયરની ગાડી તહેનાત કરાઈ છેગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આણંદના બામણગામના 21 વર્ષના યુવક અતુલનું પણ મોત થયું હતું. યુવક નોકરીએ જતો હતો તે સમયે દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. અતુલની અંતિમયાત્રામાં ગામ હિબકે ચડ્યું હતું. દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી રચવામાં આવી છે. જે સ્થળ પર ઉપસ્થિત રહી જરૂરી તપાસની કાર્યવાહી કરશે.
સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો દ્વારા ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. એક ટ્રક બ્રિજની ધાર પર અટકી ગઈ હતી, જેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી રચવામાં આવી છે. જે સ્થળ પર ઉપસ્થિત રહી જરૂરી તપાસની કાર્યવાહી કરશે.
સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો દ્વારા ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. એક ટ્રક બ્રિજની ધાર પર અટકી ગઈ હતી, જેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 4 લોકો મિસિંગ હોવાનું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. NDRF અને ફાયરની ટીમો સાથે ક્રેન, જેસીબીની મદદથી વાહનો બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
