Valsad News/ વલસાડમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ, તંત્ર એલર્ટ મોડમાં; NDRF-SDRFની ટીમો તૈનાત

વલસાડ (Valsad) જિલ્લામાં આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ (Valsad Rain Red Alert)જાહેર કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others
વલસાડ (Valsad) જિલ્લામાં આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ (Heavy Rain)ની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ (Valsad Rain Red Alert)જાહેર કરવામાં આવ્યું છે

Valsad News : વલસાડ (Valsad) જિલ્લામાં આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ (Valsad Rain Red Alert)જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ (Valsad Rain Red Alert)જાહેર

જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ પ્રકારની આપત્તિ સર્જાય તો તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી શકાય.

જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓને સતત સતર્ક રહેવા તેમજ જરૂર પડે ત્યાં તરત જ કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપતાં જોખમી અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સાથે જ રાહત કેમ્પો, આવશ્યક સેવાઓ અને ઇમરજન્સી વ્યવસ્થાઓ પણ તૈયાર રાખવામાં આવી છે.

જિલ્લામાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો તમામ જરૂરી બચાવ સાધનો સાથે સજ્જ છે અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી માટે તૈયાર છે.

જિલ્લા વહીવટી તંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ બિનજરૂરી મુસાફરી ટાળે, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળે તેમજ માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખે. ભારે વરસાદની સ્થિતિમાં તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું પણ જણાવાયું છે.


આ પણ વાંચો :  ભારે વરસાદ વચ્ચે ગુજરાતમાં રેસ્ક્યુ ઓપરેશન તેજ, 7 જિલ્લામાંથી 7387 લોકોનું સ્થળાંતર

આ પણ વાંચો :  ભારે વરસાદ વચ્ચે વલસાડ તંત્ર સજ્જ, 6 ગામોના લોકોનું સ્થળાંતર શરૂ

આ પણ વાંચો :  રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: 13 જિલ્લામાં હાઈ એલર્ટ, NDRF-SDRFની 50 ટીમો તૈનાત