રાજ્યમાં મુખ્યમંત્રી રૂપાણીની સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગનો કાયદો ઘડીને જમીન કે મિલકત પચાવનાર સામે કડક કાર્યવાહી અમલમાં મુકવામાં આવી છે. ત્યારે રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગનો અનોખો કિસ્સો સામે આવ્યો છે.રાજકોટ અને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌપ્રથમ વખત રાજકોટમાં બે સગી બહેનો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગનો ગુનો નોંધાયો છે, જેમણે તેના 81 વર્ષીય સગા મામાનું મરણ મૂડી સમાન મકાન પડાવી લીધું છે. ઉપરાંત દસ્તાવેજ કરી આપવા વૃદ્ધ મામા પર દબાણ કરી દસ્તાવેજ નહિ કરી આપે તો જાનથી મારી નાખવાની અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા પ્રૌઢે ભક્તિનગર પોલીસ મથકે મકાન પચાવી પાડ્યા અંગે ગુનો નોંધવ્યો છે.
PM Modi / PM મોદી 25 મી એ પુડ્ડુચેરીની મુલાકાતે , AFT કેમ્પસમાં સભાને સંબોધિત
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટની ગેલેક્સી ટોકીઝ પાસે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા જૈન વણિક અરવિંદભાઈ ન્યાલચંદભાઇ મહેતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અગાઉ હું 50 વર્ષથી ગરેડીયા કુવા રોડ ઉપર પુજારા બ્રધર્સ મકાનમાં બોલ બેરીગ એન્ડ મશીનરી નામથી મશીનરીની દુકાન ધરાવી વેપાર ધંધો કરતો હતો વર્ષ 2016થી દુકાને બેસવાનું બંધ કર્યું અને હાલ મારી પત્ની આશાબેન સાથે માયાણી ચોક પટેલ કોલોનીમાં રહું છું અને નિવૃત જીવન ગાળું છું.’વધુમાં ફરિયાદી એ જણાવ્યું હતું કે,’મારી દીકરી રીનાબેન પરેશભાઇ શેઠ ભાવનગર સાસરે છે. આ સિવાયની મારી બીજી મિલ્કત વાણીયાવાડી શેરી નં.2માં મકાન છે. આ મકાનના સી ટી સર્વે વોર્ડ નં.- 1 સી ટી સર્વે નં.- 1157 ના રેવન્યુ સર્વે નં . – 338 પૈકી સનદ નં. – 66 પૈકી પ્લોટ નં. 23 પૈકીની જમીન ચો.વા.આ. 127-42 છે. તા. 19/03/1963 ના રોજ મે લીલાધર ગોરધનભાઇ પાસેથી આ મકાન ખરીદ કર્યું હતુ. આ મકાન લીધું ત્યારે હું મારા પિતા સાથે પ્રહલાદ પ્લોટમાં રહેતો હતો. જેથી મકાન ખાલી પડ્યું હતું. 1964માં મારા આફ્રિકા રહેતા મોટા બેન મંજુબેનના પતિ અનિલભાઇ મહેતા એટલે કે મારા બનેવીનું અવસાન થયા મંજુબેન તેમના ત્રણ દિકરીઓ તથા બે દીકરાઓ સાથે અહીં રાજકોટમાં આવતા કોઈ આશરો ન મળતા આઠ-દસ વર્ષે પ્રહલાદ પ્લોટમાં મારા પિતાના મકાનમાં મંજુબેન તેમના બાળકો સાથે અમારી સાથે રહેતા.ત્યારબાદ અહીં જગ્યા ટૂંકી પડતી હોવાથી મારા પિતાના કહેવાથી મંજુબેનને અમે વણીયાવાડી વાળું મકાન 1974માં રહેવા માટે આપ્યું હતું. ‘
China / ગલવાન અંગે ચીનની કબૂલાત, 8 મહિના બાદ ચીને તેના સૈનિકનાં મોતની વાત કબૂલી છે
રાજકોટપોલીસ FIRમાં ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, મકાનમાં રહેવા ગયા બાદ ચારેક વર્ષમાં મંજુબેનનું અવસાન થતાં તેમના સંતાન ચેતન, મીલન, કલ્પના, અમીતા, હીના એમ પાંચેય આ મકાનમાં રહેતા હતા. જેમાંથી મારી ત્રણેય ભાણેજના લગ્ન થઈ જતા તેઓ સાસરે રહેવા ચાલી ગઈ હતી જ્યારે ભાણેજ ચેતનના લગ્ન થતા તે પણ રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ચંદ્રપાર્કમાં રહેવા જતો રહ્યો હતો. મારા ભાણેજ મિલનના લગ્ન ન થતા હોવાથી તે વણીયાવાડીના મકાનમાં એકલો જ રહેતો હતો. ગત તા. 4 / 2 / 2020 ના રોજ મિલનનું અવસાન થયું હતું.ફરિયાદનું મૂળ કારણ જણાવતા ફરિયાદી અરવિંદભાઈએ જણાવ્યું હતું કે,’વણીયાવાડી વાળા મકાનમાં જ ભાણેજની અંતિમ વીધીની ક્રીયા પુર્ણ થતા મારી ભાણેજ હીના દિપકભાઈ છનીયારા તથા અમિતા શૈલેષભાઈ પારેખ બન્નેએ મળીને આ વાણીયાવાડી વાળા મકાનમાં તાળું મારી દીધું અને મને ચાવી આપી નહિ. જેથી મેં બન્ને બહેનોને ફોન કરી તેમની પાસે ચાવી માંગતા મકાન તમે ભુલી જાવે ચાવી તમને આપવાની નથી જેમ બને તેમ જલ્દી અમને દસ્તાવેજ કરી આપો નહિતર સારાવાટ નહિ રહે તેવી ધાક-ધમકી અવાર-નવાર આપવાનું શરૂ કરી દીધૂ હતું.
toolkit case / ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન : કોઈ પણ ગુનેગારની ઉંમર ના જોવી જોઈએ
વધુમાં ફરિયાદી એ જણાવ્યું હતું કે,બે મહીના પછી મારી ભાણેજ અમીતા મારા ઘરે આવી હતી અને કહ્યું કે, ’તમારા વાણીયાવાડી વાળા મકાનનો દસ્તાવેજ મારા નામે કરી દો નહી તો ટાંટીયા ભાંગી નાખીશુ. તમે વાણીયાવાડી વાળા મકાનમાં જવ તો ખરા’ એમ કહી ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પણ અવાર – નવાર મને ફોન આવે છે, અને દસ્તાવેજ કરી આપવા માટે દબાણ કરી પાક ધમકી આપે છે. હિના પણ જૂન 2020માં મારા ઘરે આવી હતી અને અમારા એપાર્ટમેન્ટના ચોકીદારની હાજરીમાં દસ્તાવેજ કરી આપવા દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે, વણીયાવાડી વાળા મકાનમાં પગ મૂકી જોવો ખબર પાડી દઉં જેથી અમે એકલા રહેતા હોય, પોલીસ કમિશ્નરને આ અંગે અરજી કરી હતી.
Petrol-Diesel Price / પેટ્રોલની સદી, દેશમાં પેટ્રોલના ભાવ આસમાને, દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ રૂ. 100ને પાર
ફરિયાદમાં અરવિંદભાઈએ જણાવ્યું કે, આશરે બે ત્રણ મહીના પહેલા હું વાણીયાવાડી વાળાનું મકાન જોવા ગયો તો મકાન પર “આ મકાનમાં નામદાર કોર્ટના હુકમ મુજબ મિલનભાઈ મહેતાનો કબ્જો છે તેમાં કોઇએ અડચણ કરવી નહી તેવો નામદાર કોર્ટએ હુકમ કરેલ છે” તેવુ પેઇન્ટીંગ કરી લખેલ છે. અને છેલ્લા એકાદ મહિનામાં હિનાએ મકાનમાં “મહેતા એક્યુપ્રેશર ફક્ત બહેનો માટે જ, ગોઠણ, સાંધાના દુ:ખવા માટે અકસીર, સમય બપોરે 3 થી 7” એવું લખેલું બોર્ડ મોબાઈલ નંબર લખ્યા છે. અરવિંદભાઈએ આ અનુસંધાને કલેકટરને લેન્ડ ગેબ્રીંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા તા.7 જાન્યુઆરીએ અરજી કરી હતી એ મકાનની હાલની કિંમત 22 લાખ છે. અરજીના આધારે કલેકટરે ગુનો નોંધવા મંજૂરી આપતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
