આતંકવાદીઓ માટે સુરક્ષિત જગ્યા બની ગયેલા પાકિસ્તાનને ફરી એકવાર અમેરિકી ફટકારનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર બાજવાની સાથે ફોન પર વાત કરીને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયની પ્રવક્તા હીથર નોર્ટે જણાવ્યું કે પોમ્પીઓએ બાજવા સાથે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું કે પાકિસ્તાન કોઈ ભેદભાવ રાખ્યા વગર આતંકી સમૂહો વિરુદ્ધ એક્શન લે. જણાવી દઈએ કે આતંકવાદ મુદ્દે બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
હીથર નોર્ટે કહ્યું કે એમણે અમેરિકા-પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવાના ઉપાયો, અફઘાનિસ્તાનમાં રાજનૈતિક સુલાહની જરૂર અને કોઈ ભેદભાવ વગર આતંકીઓ તથા આતંકી સમૂહો વિરુદ્ધ એક્શન લેવાના મહત્વ પર ચર્ચા કરી હતી.

એક ન્યુઝ ચેનલ મુજબ બંને દેશોએ સંબંધિત મંત્રાલયોમાં કામ કરતા એકબીજાના રાજનીતીજ્ઞો પર યાત્રા પ્રતિબંધ લગાવ્યા હતા, મે પછી આ પહેલી વાર છે કે અમેરિકા અને પાકિસ્તાની અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત થઇ છે. છેલ્લા થોડા સમયથી બંને દેશો વચ્ચેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પાકિસ્તાન પર આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન આતંકીઓને રહેવા સુરક્ષિત જગ્યા આપે છે. ટ્રમ્પ પ્રશાસને આરોપ લગાવતા પાકિસ્તાનને આપવામાં આવતી 2 અરબ ડોલરની સહાય રોકી દીધી હતી. અમેરિકાએ પાકિસ્તાનને હક્કાની નેટવર્ક અને તાલીબાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરવાની હતી. જોકે, પાકિસ્તાને બધા આરોપ નકાર્યા છે અને કહ્યું છે કે તેઓ આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખશે.
