Not Set/ ચાર વર્ષ બાદ RBI દ્વારા વધારવામાં આવેલા રેપો અને રિવર્સ રેપો રેટનું શું છે મુખ્ય કારણ, જાણો

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં થઇ રહેલા સતત વધારા બાદ દેશમાં મોંઘવારી વધવાની ચિંતાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બુધવારે તેના રેપો અને રિવર્સ રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ રેપો રેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયો છે. વર્ષ ૨૦૧૪માં રાજધાની દિલ્હીમાં મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ ચાર […]

Business

નવી દિલ્હી,

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં થઇ રહેલા સતત વધારા બાદ દેશમાં મોંઘવારી વધવાની ચિંતાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બુધવારે તેના રેપો અને રિવર્સ રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ રેપો રેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયો છે.

વર્ષ ૨૦૧૪માં રાજધાની દિલ્હીમાં મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ ચાર વર્ષમાં આ પહેલી વખત છે કે  જયારે RBI દ્વારા પોલિસી રેટમાં વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈના આ પગલાંથી લોનના EMI મોંઘા થવાના એંધાણ છે.

બીજી બાજુ આરબીઆઈની સમિતિનું માનવું છે કે, હાલના સમયમાં ભારતની અર્થવ્યવસ્થા સામે જોવા મળી રહેલ પડકારોને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે.

ત્યારે RBI દ્વારા કરાયેલા રેપો રેતના વધારા પાછળ આ કારણો હોઈ શકે છે જવાબદાર :

વિકસિત અર્થવ્યવસ્થાના ખરાબ સંકેત

ઉભરતી અર્થવ્યવસ્થાઓના સંકેત

ભૌગોલિક અને રાજનૈતિક તણાવથી અનિશ્ચિતાનો માહોલ

દેશની ઘરેલું અર્થવ્યવસ્થામાં GDPનો વિકાસ દર સંભાળી રાખવા માટે કવાયત

ચાલુ વર્ષ દરમિયાન જોવા મળી રહેલા સામાન્ય મોનસૂનના સારા સંકેતો

સિમેન્ટ, કોલસાના ઉત્પાદનમાં તેજી

સર્વિસ સેક્ટરમાં જોવા મળેલી વૃદ્ધિ અને આ અંગેની સરકારની નારાજગી

જો કે આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલે આ બેઠક પછી કહ્યું હતું કે, “દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ક્ષમતા વધી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ખપત વધી રહી છે. ચોમાસું સારું રહેવાનું અનુમાન છે, તેના લીધે ઉપજ પણ સરી થવાની આશા છે”.

દેશની હાલની અર્થવ્યવસ્થાને જોતા RBIને મળી રહેલ સંકેતો મુજબ, જો કાચા તેલના ભાવ નવી ઉંચાઈએ પહોંચશે તો તેની અસર ભારતીય અર્થવ્યવસ્થા અને મોંઘવારી પર પડશે તે નિશ્ચિત છે, ત્યારે આરબીઆઈની પાસે માર્કેટમાં મની ફલો (નાણાના પ્રવાહ)ને રોકવા અને ડિમાંડ ઓછી કરવાની માટે વ્યાજ દરોમાં વધારો એટલે કે લોનને મોંઘી કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.