ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન (Loan)રિકવરીના નામે ગ્રાહકોને થતી હેરાનગતિ રોકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ગ્રાહક (Customer)પર્સનલ, ઓટો કે હોમ લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય, તો બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ રિકવરી માટે તેમના મોબાઇલ, ટેબ્લેટ કે લેપટોપ જેવા ડિજિટલ ઉપકરણો (Digital devices)ને અક્ષમ કે બંધ કરી શકશે નહીં.
સોશિયલ મીડિયા પર ગ્રાહકો દ્વારા થતી વસૂલાત એજન્ટોની દાદાગીરી, હેરાનગતિ અને માનસિક ઉત્પીડન (Mental harassment)ની ફરિયાદોને ધ્યાનમાં રાખીને RBI એ આ કડક માર્ગદર્શિકા જારી કરી છે. આ નવા નિયમો 1 જાન્યુઆરી, 2027 થી દેશભરમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે.
RBI ની નવી માર્ગદર્શિકાના મુખ્ય મુદ્દાઓ
કયા કિસ્સામાં ફોન લોક થઈ શકે અને કયા કિસ્સામાં નહીં?
જો તમે હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન લીધી હોય અને તેના હપ્તા ચૂકવવામાં વિલંબ થાય, તો બેંક તમારો ફોન કે લેપટોપ બંધ કરી શકશે નહીં.જો તમે બેંક કે NBFC પાસેથી ખાસ એ જ સ્માર્ટફોન કે લેપટોપ ખરીદવા માટે લોન લીધી હોય, તો જ બેંક પાસે તે ઉપકરણની કાર્યક્ષમતા મર્યાદિત કરવાનો અધિકાર રહેશે.
તબક્કાવાર પગલાં અને ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે
જો ઉપકરણ ખરીદવા માટે જ લોન લેવામાં આવી હોય અને તેનો હપ્તો ન ભરાય, તો પણ બેંકો તેને સીધો કે અચાનક બંધ કરી શકશે નહીં.
બેંકોએ તબક્કાવાર (Gradual Approach) પ્રક્રિયા અપનાવવી પડશે.
ફોનની કાર્યક્ષમતા મર્યાદિત કરતી વખતે પણ ઈનકમિંગ કોલ્સ, એસએમએસ (SMS) અને ઈમરજન્સી SOS જેવી અતિ આવશ્યક સેવાઓને બેંક ક્યારેય બંધ કરી શકશે નહીં.
સોફ્ટવેર સિક્યુરિટી અને પ્રમાણપત્ર ફરજિયાત
ગેરકાયદેસર કે અવિશ્વસનીય થર્ડ-પાર્ટી લોકિંગ એપ્લિકેશન્સના ઉપયોગ પર રોક લગાવવા માટે, RBI એ સ્પષ્ટ સૂચના આપી છે કે રિકવરી ટેકનોલોજી માટે મૂળ ઉપકરણ ઉત્પાદક (OEM) અથવા ઓપરેટિંગ સિસ્ટમ (OS) પ્લેટફોર્મનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય રહેશે.
આ પણ વાંચો : EMI પર દોડતું ભારત! 28 કરોડથી વધુ ભારતીયો દેવામાં, શું બદલાઈ રહી છે દેશની આર્થિક આદત?
આ પણ વાંચો :કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર; DA માં 3% નો વધારો નિશ્ચિત, વધીને 63% થશે મોંઘવારી ભથ્થું
આ પણ વાંચો :શેરબજાર અપડેટ: ટેક શેરોમાં ખરીદારીથી સેન્સેક્સ 201 અંક ઉછળ્યો, નિફ્ટી 24,600ની ઉપર ટક્યો
