Business News/ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર; DA માં 3% નો વધારો નિશ્ચિત, વધીને 63% થશે મોંઘવારી ભથ્થું

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે DA Hike માં 3% નો વધારો મંજૂર થયો છે, જેથી મોંઘવારી ભથ્થું 63% થશે. જાણો પગાર અને એરિયર અંગેની સંપૂર્ણ વિગત.

Top Stories Business
DA Hike

Central Government Employees DA Hike 3 Percent Update:  કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જાહેર થયેલા ફુગાવાના આંકડાઓના આધારે મોંઘવારી ભથ્થું (Dearness Allowance – DA) જુલાઈ 2026થી 3 ટકા વધવાની શક્યતા છે. જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપશે તો હાલનું 60 ટકા DA વધીને 63 ટકા થઈ જશે, જેના કારણે કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનમાં વધારો જોવા મળશે.

DAમાં વધારો કેવી રીતે નક્કી થાય છે?(DA Hike)

કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે. આ વધારો CPI-IW (Consumer Price Index for Industrial Workers) ના છેલ્લા 12 મહિનાના સરેરાશ આંકડાના આધારે નક્કી કરવામાં આવે છે. તાજેતરના આંકડા મુજબ મોંઘવારીમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખતાં DA લગભગ 63.75 ટકા સુધી પહોંચે છે. જોકે, સરકાર સામાન્ય રીતે દશાંશ આંકડાને ગણતરીમાં લેતી નથી, તેથી DA 63 ટકા (DA Hike) જાહેર થવાની સંભાવના છે.

પગારમાં કેટલો વધારો થઈ શકે?

DAમાં 3 ટકાના વધારાથી(DA Hike) કર્મચારીઓના મૂળ પગાર પ્રમાણે માસિક આવકમાં વધારો થશે. અંદાજ મુજબ:

₹18,000 બેઝિક પગાર ધરાવતા કર્મચારીને દર મહિને આશરે ₹540નો વધારો મળી શકે.

₹35,400 બેઝિક પગાર ધરાવતા કર્મચારીને અંદાજે ₹1,062 વધુ મળી શકે.

₹56,100 બેઝિક પગાર ધરાવતા કર્મચારીના પગારમાં લગભગ ₹1,683નો વધારો થઈ શકે.

પેન્શનરોને પણ તેમની મૂળ પેન્શનના આધારે ડિયરન્સ રિલીફ (DR)માં સમાન લાભ મળવાની શક્યતા છે.

8મા પગાર પંચ પહેલા મહત્વનો વધારો

કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી છે, પરંતુ તેની ભલામણો અમલમાં આવવામાં હજુ સમય લાગી શકે છે. તેથી તે પહેલાં 7મા પગાર પંચ હેઠળનો આ DA વધારો(DA Hike) કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ વધારાથી વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓને આર્થિક રાહત મળશે.

સત્તાવાર જાહેરાત ક્યારે થઈ શકે?

જોકે DAનો વધારો 1 જુલાઈ 2026થી લાગુ માનવામાં આવશે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ કરવામાં આવે છે. ત્યારબાદ કર્મચારીઓને જુલાઈથી લાગુ થયેલા વધારાનું એરિયર પણ ચૂકવવામાં આવે છે, જે ઘણી વખત તહેવારોની સિઝન દરમિયાન મળે છે.

કર્મચારીઓ માટે રાહતના સમાચાર

વધતી મોંઘવારી વચ્ચે DAમાં સંભવિત 3 ટકાનો વધારો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત બની શકે છે. સત્તાવાર મંજૂરી મળ્યા બાદ વધારેલી રકમ પગાર અને પેન્શનમાં સામેલ થશે તેમજ બાકી રહેલી રકમ પણ એકસાથે ચૂકવવામાં આવશે.


આ પણ વાંચો : ભારતમાં ગોલ્ડ લોનનો ક્રેઝ વધ્યો; 3 વર્ષમાં બજાર સરેરાશ લોનની રકમ થઈ બમણી

આ પણ વાંચો : કોર્પોરેટ જગતમાં હાહાકાર મચાવતો બોસ સ્કેમ શું છે? વૉટ્સએપ હેક કરીને લૂંટાઈ રહ્યા છે કરોડો રૂપિયા

આ પણ વાંચો : RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ 5.25% પર રાખ્યો યથાવત,GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યું