Surat News/ ચૂંટણી પહેલા સુરતમાં રાજકીય ગરમાવો, ભાજપ વિરોધી પોસ્ટરો વાયરલ થતાં ચર્ચા

સુરતમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે,ડિંડોલી અને કતારગામમાં BJP વિરોધી પોસ્ટરો વાયરલ થયા છે.‘આ મોંઘવારીથી હવે તો થાક્યા’ જેવા સૂત્રો સાથે પ્રહાર.

Top Stories Gujarat Surat Breaking News
ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર પોલિટિક્સ, BJP પર આકરા પ્રહાર

Surat News: રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ પહેલા સુરત શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. રવિવારે વહેલી સવારે શહેરના ડિંડોલી અને કતારગામ જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપ (BJP) વિરોધી પોસ્ટરો જોવા મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

ડિંડોલી અને કતારગામમાં પોસ્ટરો લગાવાયા

મળતી માહિતી મુજબ, ડિંડોલી અને કતારગામ વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ, ટ્રાફિક સર્કલ, બ્રિજના પીલર અને જાહેર દિવાલો પર અજાણ્યા શખ્સો દ્વારા રાતોરાત પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. સવારે લોકો નોકરી-ધંધા માટે નીકળ્યા ત્યારે આ પોસ્ટરો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં પણ આ પોસ્ટરોના ફોટા અને વીડિયો વાયરલ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

BJP Poster politics

જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવાયા

આ પોસ્ટરોમાં કોઈ એક વ્યક્તિ કે પક્ષનું નામ લીધા વગર પ્રતીકાત્મક રીતે શાસક પક્ષ પર નિશાન સાધવામાં આવ્યું છે.

પોસ્ટરોમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે:

મોંઘવારીનો બોજ,ખાનગી શિક્ષણની વધતી ફી,કથિત ભ્રષ્ટાચાર,ટ્રાફિક સમસ્યા,  દારૂ અને ડ્રગ્સનો પ્રભાવ સાથે સાથે પોસ્ટરમાં લખાયેલા સૂત્રો જેવા કે, “આ મોંઘવારીથી હવે તો થાક્યા”,”આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા” જનતાની વેદના દર્શાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

કમળના પ્રતીક પર ક્રોસ, રાજકીય સંકેત

આ સમગ્ર મામલે સૌથી ચર્ચાસ્પદ બાબત એ છે કે પોસ્ટરમાં Bharatiya Janata Party (BJP)ના ચૂંટણી પ્રતીક ‘કમળ’ પર લાલ રંગથી ક્રોસ (X) નું નિશાન મારવામાં આવ્યું છે.આને આગામી ચૂંટણીમાં ભાજપને નકારવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. હાલ સુધી કોઈ રાજકીય પક્ષ કે સંગઠન દ્વારા આ પોસ્ટરો લગાવવાની જવાબદારી સ્વીકારવામાં આવી નથી.


આ પણ વાંચો:વડોદરામાં લોકસભાના ઉમેદવારને લઈ ગરમાયું રાજકારણ, પહેલા વિરોધ તો હવે છેડાયું પોસ્ટર વોર

આ પણ વાંચો:ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર, કેજરીવાલની મુસ્લિમ ટોપી સાથેના રાજ્યભરમાં લાગ્યા બેનર

આ પણ વાંચો:વિજયની સાથે જ કર્ણાટક કોંગ્રેસમાં જ સિદ્ધારામૈયા અને શિવકુમાર વચ્ચે શરૂ થઈ પોસ્ટર વોર